Aapnu Gujarat
બિઝનેસ

અકસ્માત, સ્વાસ્થ્ય વીમાના ક્લેઇમની રકમ હપ્તામાં મળશે

દુર્ઘટના અને લાભ આધારીત સ્વાસ્થ્ય વીમાનો દાવો કરવા પર હવે વીમાધારકોને હપ્તામાં ચૂકવણી મેળવવાનો વિકલ્પ આપવામાં આવી શકે છે. વીમા નિયામક ઇરદા દ્ધારા એક સમિતિની ભલામણોનો સ્વીકાર કર્યા બાદ આવી વ્યવસ્થા લાગુ કરવામાં આવી શકે છે. સાધારણ અને સ્વાસ્થ્ય વીમા ક્ષેત્રની નવી કંપનીઓએ ઇરડા સમક્ષ આ બે પ્રકારના વીમાના મામલામાં હપ્તામાં ચૂકવણી કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જીવન વીમાના મામલામાં આ પ્રકારની સુવિધા અગાઉથી ઉપલબ્ધ છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણે પ્રસ્તાવનો અભ્યાસ કરવા માટે એક કાર્યકારી જૂથની રચના કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દુર્ઘટના અથવા લાભ આધારીત સ્વાસ્થ્ય વીમાના દાવામાં હપ્તામાં ચૂકવણીના વિકલ્પમાં ચૂક થવી જોઇએ નહીં.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, લમ્પશમ રકમનો પણ વિકલ્પ મળવો જોઇએ. પોલિસી ધારક દ્ધારા ઉપયોગમં લેવાતા વિકલ્પના આધારે મંજૂરી આપી શકાય છે. આ જૂથની રચના ઓક્ટોબરમાં કરવામાં આવી હતી. જેમાં આઇઆરડીએઆઇ અધિકારીઓ તેમજ કેટલાક વીમા કંપનીઓના વરિ અધિકારીઓનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંન્ને વિકલ્મો માટે પ્રીમિયમ દર સમાન હોવો જોઇએ. ત્યારે હપ્તા વિકલ્પ હેઠળ કુલ દાવો ચૂકવણી હંમેશા લમ્પશમ વિકલ્પ કરતા વધારે હોવી જોઇએ. કારણ કે હપ્તાની વિકલ્પની સ્થિતિમાં વિલંબ થતો હોય છે.
વીમાદાતાએ વ્યાજ દર પર હપ્તા વિકલ્પ હેઠળ વધતી ચૂકવણીને ટાળવું જોઈએ. તેના બદલે, ફિક્સ્ડ પેઆઉટ સ્ટ્રક્ચર જે દાવા હપ્તાઓ શેડયૂલનો ભાગ છે, તે પોલિસીધારકને આગળ સ્પષ્ટ સમજાવી જોઈએ. આઠ સભ્યોના કાર્યકારી જૂથે જણાવ્યું હતું કે, વીમા રકમનો કેટલોક ભાગ દાવા સમયે લમ્પશમ ચૂકવણી હોઈ શકે છે અને બાકીની રકમ ચોક્કસ સમયગાળા માટે નિયત ચૂકવણી તરીકે સામેલ હોઈ શકે છે.

Related posts

NSE-MCXની મર્જર મંત્રણા હાલ યથાવત જારી

aapnugujarat

ચાર વર્ષ બાદ રેપો અને રિવર્સ રેપોરેટમાં વધારો

aapnugujarat

એકસ્પાયરી ડેટ સાથે છેડછેાડ કરનારને બે વર્ષની સજા અને પ લાખનો દંડ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1