Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સેક્યુલરની કોઈ જ ઓળખ નથી : કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેનું વિવાદાસ્પદ નિવેદન

કેન્દ્રીય મંત્રી અનંત કુમાર હેગડેએ સેક્યુલર (ધર્મનિરપેક્ષતા)ના મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. કર્ણાટકમાં હેગડેએ કહ્યું કે ધર્મનિરપેક્ષ અને પ્રગતિશીલ હોવાનો દાવો તે લોકો કરે છે જેઓને પોતાના મા-બાપના લોહી વિશે ખબર નથી હોતી. લોકોને પોતાની ઓળખ સેક્યુલરને બદલે ધર્મ અને જાતિના આધાર પર જણાવવી જોઈએ. આપણે બંધારણમાં સંશોધન કરીને સેક્યુલર શબ્દ હટાવી શકીએ છીએ. મહત્વપૂર્ણ છે કે, હેગડેએ ગયા વર્ષે પણ ઈસ્લામને લઈને અપમાનજનક કોમેન્ટ કરી હતી, ત્યારબાદ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.કોપ્પલ જિલ્લામાં યલુબુર્ગામાં બ્રાહ્મણ યુવા પરિષદ અને મહિલાઓના કાર્યક્રમમાં કૌશલ વિકાસ રાજ્યમંત્રી હેગડેએ કહ્યું કે, સેક્યુલર લોકો નથી જાણતા કે તેમનું લોહી શું છે. હા બંધારણ આવું કહેવાનો અધિકાર આપે છે કે આપણે સેક્યુલર છીએ અને કહેશે પણ ખરા. પરંતુ બંધારણમાં અનેકવાર સંશોધન થઈ ચૂક્યું છે. આપણે તેને હટાવીશું, તેના કારણે સત્તામાં છીએ.
તેમણે વધુમાં કહ્યું કે, જો તમે કહો કે હું એક મુસ્લિમ, ખ્રિસ્તી, લિંગાયત, બ્રાહ્મણ કે હિન્દુ છું. એવામાં આપણે પોતાના ધર્મ અને જાતિ સાથે જોડાયેલા હોવાનો ગર્વ અનુભવીએ છીએ. પરંતુ આ સેક્યુલર કોણ છે? તેમના કોઈ મા-બાપ નથી.હેગડેના નિવેદન પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે, મંત્રીએ બંધારણનો અભ્યાસ નથી કર્યો. તેઓ સંસદીય કે રાજકીય ભાષા નથી જાણતા. પંચાયત પદને પણ તેઓ લાયક નથી.આ પહેલો પ્રસંગ નથી જ્યારે હેગડેએ કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હોય. ઈસ્લામને લઈને અપમાનજનક નિવેદન આપવાના કારણે તેમની વિરુદ્ધ કેસ દાખલ થઈ ચૂક્યો છે.નવેમ્બરમાં તેઓએ કર્ણાટક સરકાર તરફથી આયોજીત ટીપૂ જયંતી કાર્યક્રમમાં સામેલ થવાનો ઇન્કાર કરી દીધો હતો. અહીં બીજેપીએ મૈસૂરના શાસકને હિન્દુ વિરોધી કહીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.મહત્વપૂર્ણ છે કે કર્ણાટકમાં ૨૦૧૮માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજ્યમાં હાલમાં કોંગ્રેસની સરકાર છે અને સિદ્ધારમૈયા મુખ્યમંત્રી છે.

Related posts

બહેરા-મૂંગાના ધર્માંતરણના કાંડનો પર્દાફાશ, બે ઝડપાયા

editor

મોદી સરકારે ડિસેમ્બર સુધી ૧.૧૫ લાખ કરોડની લોન માંડવાળ કરી

editor

ભાજપને સત્તામાંથી બહાર કરવાનું કારણ બનશે રામ મંદિર : શિવસેના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1