Aapnu Gujarat
મનોરંજન

ફોર્બ્સ ૨૦૧૭ની યાદીમાં બોલીવુડ અને ક્રિકેટ જગતનો દબદબો

ફોર્બ્સ ઇન્ડિયાએ ટોપ ૧૦૦ સેલેબ્રિટીઝની લિસ્ટ બહાર પાડી છે. તેમાં બોલીવુડના ચુલબુલ પાંડે એટલે કે સલમાન ખાન ફરી એકવાર ટોચના સ્થાને રહ્યો છે. આશરે ૨૩૨ કરોડ રૂપિયાની કમાણી સાથે સલમાને બાજી મારી છે અને આ સાથે જ તે સતત બીજા વર્ષે પણ આ યાદીમાં ટોચના સ્થાને રહ્યો છે. તેવામાં બોલીવુડનો બેતાજ બાદશાહ ગણાતો શાહરૂખ રૂ.૧૭૦ કરોડની કમાણી સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.આ યાદીમાં બોલીવુડ અને ક્રિકેટ જગતની બોલબોલા જોવા મળી. તેમાં ૪૬ કલાકારો અને ૧૫ ક્રિકેટરોના નામ છે. સાથે જ કુલ ૧૭ મહિલા સેલેબ્રિટીને પણ આ યાદીમાં સ્થાન મળ્યું છે. તેમાં ઓલંપિકમાં મેડલ લાવનાર પીવી સિંધુ, અભિનેત્રી દિપિકા પાદુકોણ અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે.
ટોપ ૧૦ સેલેબ્રિટીઝમાં સલમાન અને શાહરૂખ બાદ ત્રીજા સ્થાને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી છે. કોહલી આશરે રૂ.૧૦૦ કરોડની કમાણી સાથે ત્રીજા સ્થાને છે. બોલીવુડના એક્શન મેન અક્ષય કુમાર રૂ.૯૮ કરોડની કમાણી સાથે આ યાદીમાં ચોથા સ્થાને છે.  સાથે જ પાંચમાં સ્થાને માસ્ટર બ્લાસ્ટર સચિન તૈડુલકર છે, જેમની કમાણી આશરે રૂ.૮૨ કરોડ છે.આ યાદીમાં આશરે રૂ.૬૯ કરોડની કમાણી સાથે બોલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાન છઠ્ઠા સ્થાને છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચેલી બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ રૂ.૬૮ કરોડની કમાણી સાથે આ યાદીમાં સાતમાં સ્થાને રહી છે. ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની આ યાદીમાં રૂ.૬૪ કરોડની કમાણી સાથે આઠમા ક્રમે રહ્યાં છે.બોલીવુડના ડાન્સિંગ કિંગ ઋતિક રોશનને આ યાદીમાં રૂ.૬૩ કરોડની કમાણી સાથે નવમું સ્થાન આપવામાં આવ્યું છે. બોલીવુડના એનર્જી હાઉસ તરીકે જાણીતા રણવીર સિંહ રૂ.૬૨ કરોડની કમાણી સાથે આ યાદીમાં દસમા સ્થાને રહ્યાં છે.

Related posts

माधुरी दीक्षित को पुणे सीट से उतार सकती है बीजेपी

aapnugujarat

अक्षय बाढ़ पीड़ितों की मदद के लिए आए आगे

editor

‘દે દે પ્યાર દે’ને લઇ રકુલ પ્રિત આશાવાદી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1