Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં છ મહિનામાં સગીર વયની ૩૦૦૦ છોકરીઓ લાપતા થઈ

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અહીં વિધાનસભામાં શિયાળુ સત્ર દરમિયાન એવી ચોંકાવનારી માહિતી આપી છે કે આ વર્ષના જાન્યુઆરીથી જૂન સુધીના પહેલા છ મહિનામાં ૨,૯૬૫ છોકરીઓ ગૂમ થયાનું નોંધવામાં આવ્યું હતું.
૨૦૧૬ના વર્ષમાં આ જ સમયગાળા દરમિયાન ૨,૮૮૧ છોકરીઓ ગૂમ થઈ હતી.વિધાનસભામાં ભાજપના વિધાનસભ્ય રણધીર સાવરકરે પૂછેલા સવાલના લેખિત જવાબમાં ફડણવીસે જણાવ્યું હતું કે આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૩૦ જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન સગીર વયની ૨,૯૬૫ છોકરીઓ ગૂમ થઈ હતી.મુખ્યપ્રધાન ફડણવીસ ગૃહ મંત્રાલય પણ સંભાળે છે. એમણે કહ્યું કે, છોકરીઓ ગૂમ થવાના સંબંધમાં કોઈ ચોક્કસ ટોળકી સંડોવાયેલી હોય એવી જાણકારી નથી અને એવી કોઈ ટોળકી સામે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી. તે છતાં ગૂમ થયેલી છોકરીઓને શોધી કાઢવા માટે ૧૨ પોલીસ વિભાગોને આદેશ આપવામાં આવ્યો છે.ફડણવીસે કહ્યું કે ગૂમ થનાર કોઈ પણ બાળકને શોધવામાં મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે વેબસાઈટ શરૂ કરી છે. રેલવે તંત્રે પણ આમાં મદદરૂપ થવા માટે તેનું પોર્ટલ અપડેટ કર્યું છે. આ બંને વેબસાઈટ પોલીસોને મદદરૂપ થઈ રહી છે.

Related posts

રેલવેમાં ૧ લાખ પદ પર થશે ભરતી

aapnugujarat

લોકસભા ચૂંટણી પહેલા બહાર આવેલા સરવેમાં કર્ણાટકમાં ભાજપ માટે આંચકો, કોંગ્રેસનું ગઠબંધન આગળ

aapnugujarat

कानून व्यवस्था के मद्देनजर उप्र सरकार पर बरसीं मायावती

editor

Leave a Comment

UA-96247877-1