Aapnu Gujarat
ગુજરાત

૭૯૩ અપક્ષમાંથી માત્ર ત્રણ વિજેતા બન્યાં

ગુજરાત વિધાનસભાની બે તબક્કામાં યોજાયેલી ચૂંટણી અને ત્યારબાદ ૧૮મી ડિસેમ્બરના રોજ આવેલા પરિણામ બાદ એવી રસપ્રદ વિગત બહાર આવવા પામી છે જેમાં ગુજરાતની ૧૮૨ વિધાનસભા બેઠકો ઉપર કુલ મળીને ૭૯૩ જેટલા અપક્ષ ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝુંકાવ્યું હતું. જે પૈકી માત્ર ૩ અપક્ષ ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે. ગુજરાતમાંથી વડગામની બેઠક પરથી જિગ્નેશ મેવાણી, લુણાવાડાની બેઠક પરથી રતનસિંહ મગનસિંહ રાઠોડ અને મોરવાહડફ બેઠક પરથી ભુપેન્દ્રસિંહ ખાંટ અપક્ષ ઉમેદવાર તરીકે જીતવામાં સફળ રહ્યા છે. કોંગ્રેસ સમર્થિત જિગ્નેશ મેવાણીએ ભાજપના ઉમેદવારને હાર આપી હતી. આમ ૧૮૨ બેઠકો ઉપર નસીબ અજમાવનારા ૭૯૩ અપક્ષ ઉમેદવારોમાંથી માત્ર ત્રણ જ અપક્ષો જીતનો સ્વાદ ચાખી શક્યા છે.

Related posts

સુરતમાં બેગમાંથી નવજાત બાળકી મળતાં ખળભળાટ

aapnugujarat

શહીદોના સન્માનમાં શહેરમાં શ્રદ્ધાંજલિ-કેન્ડલ માર્ચ કાર્યક્રમ

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાનાં જુદા જુદા ગામોના ઉત્તર પ્રદેશના મુરાદાબાદ ખાતે એક જૈવીક ખાતર બનાવતી ફેક્ટરીમાં કામ કરવા ગયેલ અદિવાસી યુવાનો લોકડાઉન થતાં ત્યાં ફસાયા હતા

editor

Leave a Comment

UA-96247877-1