Aapnu Gujarat
ગુજરાત

ગુજરાત કોલેજ ખાતે ૬ EVMસ્ના સીલ તુટેલા દેખાતાં હોબાળો

ગુજરાત કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાઇ રહી હતી ત્યારે છ જેટલા ઇવીએમના સીલ તૂટેલા હોવાનું નરોડા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીના ધ્યાન પર આવતાં તેમણે આ બાબતે જોરદાર હોબાળો મચાવ્યો હતો અને ફરજ પર હાજર કાઉન્ટીંગ ઓર્બ્ઝર્વર સહિતના અધિકારીઓને ફરિયાદ કરી હતી. જો કે, તેમની માંગણી પરત્વે કોઇ ધ્યાન અપાયું ન હતું. જેથી કોંગ્રેસના કાર્યકરોએ મતગણતરી કેન્દ્ર ખાતે જોરદાર હોબાળો મચાવ્યો હતો અને ઇવીએમમાં ગડબડીના આક્ષેપ સાથે મતગણતરી પ્રક્રિયાનો ભારે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના કાર્યકરોના આ હોબાળાના કારણે એક તબક્કે ગુજરાત કોલેજ ખાતેના મતગણતરી કેન્દ્રમાં ટેબલ નંબર-પાંચ અને સાત પરની મતગણતરીની પ્રક્રિયા અડધો કલાક સુધી ખોરંભે પડી હતી. સમગ્ર બનાવને પગલે મતગણતરી કેન્દ્ર ખાતે વાતાવરણ ઉત્તેજનાભર્યુ બની ગયું હતું. આ અંગેની વિગત એવી છે કે, ગુજરાત કોલેજ ખાતે આજે દરિયાપુર, કાલુપુર, નરોડા સહિતની વિધાનસભા બેઠકોની મતગણતરી ચાલી રહી હતી ત્યારે નરોડાના કોંગ્રેસના ઉમેદવાર ઓમપ્રકાશ તિવારીના ધ્યાન પર સંવેદનશીલ બાબત આવી હતી કે, છ જેટલા ઇવીએમના સીલ તૂટેલા જણાયા હતા, જેથી તેમણે આ બાબતે કાઉન્ટીંગ હોલમાં ઉપસ્થિત કાઉન્ટીંગ ઓર્બ્ઝર્વર અને અન્ય ચૂંટણી અધિકારીઓને રજૂઆત કરી ફરિયાદ કરી હતી. જો કે, ચૂંટણી અધિકારીઓએ આ ફરિયાદમાં કંઇ તથ્ય નહી હોવાનું જણાવ્યું હતું. જેથી કોંગ્રેસના ઉમેદવાર સહિત સેંકડો કાર્યકરોએ આ બાબતનો વિરોધ કરી જોરદાર હોબાળો મચાવ્યો હતો અને તાત્કાલિક મતગણતરી અટકાવી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જો કે, ચૂંટણી અધિકારીઓએ તેની ફરિયાદ પરત્વે ધ્યાન નહી આપતાં તેમણે મતગણતરી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો અને મતગણતરી કેન્દ્ર પરથી જતા રહ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

Related posts

નવા શૈક્ષણિક વર્ષેથી ગુજરાત એસટીનો પાસ ઓનલાઇન મળશે

aapnugujarat

લોકરક્ષક દળના ઉમેદવારો વતી PMOને પત્ર લખાયો

aapnugujarat

ભાજપ સરકારની બેદરકારી ગુજરાતના દરિયાકિનારાને ડ્રગ્સનો અડ્ડો બનાવ્યો : મોઢવાડિયા

editor

Leave a Comment

UA-96247877-1