Aapnu Gujarat
બિઝનેસ

જિપ, મહિન્દ્રા, ફોક્સવાગન પણ જાન્યુઆરીથી કારના ભાવ વધારશે

જાન્યુઆરીથી કારના ભાવ વધારવાની જાહેરાતમાં જિપ, મહિન્દ્રા અને ફોક્સવાગન પણ સામેલ થઈ છે. ઓટોઉત્પાદક એફસીએ ઇન્ડિયાએ જણાવ્યું કે તે પ્રીમિયમ એસયુવી જિપ કમ્પાસના ભાવમાં જાન્યુઆરીથી ૮૦,૦૦૦નો વધારો કરશે.જોકે, કંપની એન્ટ્રી લેવલના વેરિયન્ટના ભાવમાં વધારો નહીં કરે. પહેલી જાન્યુઆરી ૨૦૧૮થી ભાવમાં બેથી ચાર ટકાનો વધારો કરવામાં આવશે. માત્ર એન્ટ્રી લેવલના વેરિયન્ટના ભાવ નહીં વધે.એન્ટ્રી લેવલના વેરિયન્ટનો એક્સ-શોરૂમ ભાવ ૧૫.૧૬ લાખ છે જે યથાવત્‌ રાખવામાં આવશે.  જુલાઈમાં લોન્ચ કરવામાં આવેલું મોડલ ત્રણ વેરિયન્ટમાં આવે છે જેમાં મહત્તમ ભાવ (એક્સ-શોરૂમ) ૨૧.૭૩ લાખ છે.મહિન્દ્રા કંપની જે વ્હિકલ્સ વેચે છે તેમાં એસયુવી સ્કોર્પિયો, એક્સયુવી ૫૦૦નો સમાવેશ થાય છે.જેમાં વધારો થશે. મારુતિ ઇન્ડિયાએ કહ્યું કે તેનાં વાહનોના ભાવમાં બે ટકાનો વધારો કરશે.ટાટા મોટર્સ, ફોર્ડ, ટોયોટા, હોન્ડા કાર્સ, સ્કોડા, ઇસુઝુએ પણ જાન્યુઆરીથી ભાવ વધારવાની જાહેરાત કરી છે.ફોક્સવાગને કહ્યું કે તેની કારના ભાવમાં જાન્યુઆરીથી ૨૦,૦૦૦નો વધારો કરશે.

Related posts

कास्टिक सोडा और सोडा ऐश पर आयात शुल्क 12.5% करने की मांग

aapnugujarat

હવે ફલાઇટમાં લેપટોપ લઇ જવા પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકાય તેવી શક્યતા

aapnugujarat

5G स्पेक्ट्रम : सभी कंपनियों को मिलेगा ट्रायल का मौका : प्रसाद

aapnugujarat

Leave a Comment

UA-96247877-1