Aapnu Gujarat
બિઝનેસ

હવે ફલાઇટમાં લેપટોપ લઇ જવા પર ટૂંક સમયમાં પ્રતિબંધ મુકાય તેવી શક્યતા

એરપોર્ટ પર પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઇને ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (આઇસીએઓ) હવે ફલાઇટની અંદર લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ મૂકી શકે છે. આઇસીએઓ એ એક આંતરરાષ્ટ્રીય હવાઇ સુરક્ષા સમિતિ દ્વારા કરાયેલા સૂચનના આધારે વિમાનોમાં ચેક કરવામાં આવતા સામાનમાં લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ મૂકી શકે છે.આંતરરાષ્ટ્રીય હવાઇ સુરક્ષા સમિતિએ લેપટોપને કારણે વિમાનમાં આગ લાગવાનું જોખમ હોવાને કારણે આ સૂચન કર્યું છે. એક ન્યૂઝ ચેનલનાં અહેવાલમાં જણાવાયું છે કે, કેનેડા સ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા આઇસીએઓની આ મહિનાના અંતે યોજાનારી બેઠકમાં વિમાનમાં લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાશે. જો આઇસીએઓ જોખમી માલ સામાનની યાદીમાં લેપટોપને મૂકવાની ભલામણ કરશે તો અલગ અલગ દેશોની પોલિસી પર આ નિર્ણયનો અમલ કરાશે અને પ્રત્યેક દેશ પોતાની પોલિસીના આધારે આ નિર્ણયનો અમલ કરશે.
આઇસીએઓના પ્રસ્તાવ મુજબ લેપટોપની બેટરી જો જરૂર કરતાં વધુ ગરમ થઇ જાય તો આગ લાગવાનો ખતરો વધી શકે છે. લેપટોપની બેટરી ગરમ થવાથી લગેજ મૂકવાની જગ્યાએ આગ લાગવાનું જોખમ રહેલું છે. આ સંજોગોમાં આઇસીએઓને લેપટોપ લઇ જવા પર પ્રતિબંધ મૂકવા સૂચન કર્યું છે. જોકે હજુ સુધી અમેરિકન ફેડરલ એવિયેશન એડમિનિસ્ટ્રેશને આ પ્રસ્તાવ પર હજુ કોઇ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ બેઠકમાં તેના પ્રતિનિધિઓએ લેપટોપ પર પ્રતિબંધ મૂકવાની તરફેણમાં પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર લિડિંગ એવિએશન એજન્સી દ્વારા આ પ્રસ્તાવ પર મંજૂરી આપ્યા બાદ ભારતમાં પણ વિમાનમાં લેપટોપ લઇ જવા અંગેના નિયમો ઘડવામાં આવશે અને તેના પર પ્રતિબંધ મુકાઇ શકે છે.

Related posts

फिक्की प्लास्टिक उत्पादकों सें प्लास्टिक पर प्रतिबंध लगाने को कहे : कैट

aapnugujarat

માસ્ટર કાર્ડ ભારતમાં ૭ હજાર કરોડનું રોકાણ કરશે

aapnugujarat

યુપી ઇન્વેસ્ટર્સ સમિટ : અંબાણી, અદાણી, બિરલાએ તિજોરી ખોલી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1