Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

કલંકિત જનપ્રતિનિધિઓ પરના કેસોની ૧ માર્ચથી સુનાવણી

કલંકિત સાંસદો અને ધારાસભ્યોની સામે ચાલી રહેલા મામલાઓની સુનાવણી માટે કેન્દ્ર સરકારના ખાસ અદાલતોની રચના કરવાના પ્રસ્તાવને સુપ્રીમ કોર્ટે લીલીઝંડી આપી દીધી છે. લીલીઝંડી આપી દેવામાં આવ્યા બાદ કલંકિત જનપ્રતિનિધિઓ ઉપર રહેલા મામલાઓની સુનાવણી પહેલી માર્ચના દિવસથી સુનાવણી હાથ ધરાશે. સુપ્રીમ કોર્ટે આ મુજબનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, પહેલી માર્ચના દિવસથી ખાસ અદાલતો સુનાવણી હાથ ધરી શકે છે. આની સાથે જ સુપ્રીમ કોર્ટે ખાસ અદાલત ફાસ્ટટ્રેક કોર્ટમાં કામ કરવાની મહેતલ પહેલી માર્ચ નક્કી કરી દીધી છે. રંજન ગોગોઇ અને નવીન સિંહાની બનેલી બેંચે આ ઐતિહાસ ચુકાદો આપ્યો હતો. આ ઐતિહાસિક ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, હાલમાં શરૂઆત થઇ રહી છે. ભવિષ્યમાં આવી વધુ અદાલતોની રચના કરવામાં આવશે જેથી જનપ્રતિનિધિઓ ઉપર ચાલી રહેલા કેસોના મામલામાં વહેલી તકે સુનાવણી થઇ શકે. સુપ્રીમ કોર્ટ તરફથી નેતાઓની સામે દાખલ કરવામાં આવેલા કેસોના વહેલીતકે નિકાલ માટે કેન્દ્ર સરકારે ખાસ અદાલતોની રચના કરવાનો આદેશ કરી દીધો છે. આ સંદર્ભમાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે, તે પહેલા તબક્કામાં ૧૨ ખાસ અદાલતોની રચના કરવા જઇ રહી છે જે ૧૫૮૧ સાંસદો અને ધારાસભ્યો સામે દાખલ કરવામાં આવેલા કેસનો વહેલીતકે નિકાલ કરશે. સરકાર આવા મામલાઓમાં એક વર્ષની અંદર જ નિકાલ કરવાન વાત કરી છે. કેન્દ્ર અને સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને એવા કલંકિત નેતાઓને મોટા ફટકા સમાન ગણવામાં આવે છે જેમની સામે જુદા જુદા અપરાધીક કેસ રહેલા છે. અપરાધી કેસ હોવા છતાં આ પ્રકારના લોકો હોદ્દા ઉપર રહે છે. હવે કલંકિત નેતાઓ ઉપર રહેલા કેસોને વહેલીતકે નિકાલ કરવામાં આવશે. તેમને ચૂંટણી પ્રક્રિયામાંથી બહાર કરવામાં મદદ મળશે. તેમની સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે, સાંસદો અને ધારાસભ્યો ઉપર દાખલ કરવામાં આવેલા કેસન સુનાવણી માટે ૧૨ સ્પેશિયલ કોર્ટ બનશે. આમાથી બે અદાલતોમાં ૨૨૮ સાંસદો ઉપર દાખલ કરવામાં આવેલા મામલાઓની સુનાવણી થશે. જ્યારે અન્ય ૧૦ કોર્ટ આંધ્રપ્રદેશ, બિહાર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિળનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને બંગાળમાં બનાવવામાં આવશે. આ એવા રાજ્યો છે જ્યાં ૬૫થી વધારે ધારાસભ્યોની સામે અપરાધિક કેસ ચાલી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ પહેલને ખુબ જ ઐતિહાસિક ગણવામાં આવી રહી છે. આનાથી કલંકિત સાંસદો અને ધારાસભ્યો ઉપર અંકુશ મુકી શકાશે અને રાજનીતિમાં તેમની એન્ટ્રી પર પ્રતિબંધ મુકાશે.

Related posts

ખતરનાક બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધની માંગણી, મધ્યપ્રદેશ-કેરળ સરકારે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

aapnugujarat

રાહુલને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાને લઈને વિપક્ષમાં વિરોધ

aapnugujarat

૧૦૦ રૂપિયા પ્રતિ લીટર પેટ્રોલના ભાવ ચુકવવા થઇ જાઓ તૈયાર

editor

Leave a Comment

UA-96247877-1