Aapnu Gujarat
બિઝનેસ

વિદેશ પર્યટનનું મોબાઇલ બિલ ૨૦% સસ્તું થશે

વિદેશમાં રજાઓ માણવાની ઇચ્છા ધરાવતા ભારતીયોનું મોબાઇલ બિલ ગયા વર્ષની તુલનામાં ૨૦ ટકા સસ્તું થવાનો અંદાજ છે. ટેલિકોમ કંપનીઓ ઘણાં ડેસ્ટિનેશન માટે ઇન્ટરનેશનલ રોમિંગ પેકેજિસ ઓફર કરી રહી છે. ઉપરાંત, મેટ્રિક્સ સેલ્યુલર જેવા સિમ કાર્ડ પ્રોવાઇડર્સ ગ્રાહકોને આકર્ષવા પુષ્કળ ડેટાવાળા ટેરિફ પ્લાન સાથે ગિફ્ટ વાઉચર્સ આપી રહ્યા છે.ટેલિકોમ ઓપરેટર્સની આવકમાં ઇન્ટરનેશનલ રોમિંગનો હિસ્સો માત્ર ૨-૩ ટકા છે, પણ કંપનીઓ હોલિડે સીઝનમાં પણ ગ્રાહકો ટકાવી રાખવા માંગે છે. કારણ કે આ ગ્રાહકો હાઈ-એન્ડ હોય છે અને તેમની યુઝર દીઠ સરેરાશ આવક ૭૦૦થી વધુ હોય છે.ઇન્ટરનેશનલ રોમિંગ સેગમેન્ટ છેલ્લાં બે વર્ષમાં ૧૫ ટકાના ચક્રવૃદ્ધિ દરે વધ્યું છે અને આગામી બે વર્ષમાં વધુ ૧૫ ટકાના દરે વધવાનો અંદાજ છે.ફોરેન હોલિડે સેગમેન્ટમાં ચાલુ વર્ષ ૨૫-૩૦ ટકા વધારો નોંધાશે. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે ૨૦૨૦ સુધીમાં વિદેશી પર્યટકોની સંખ્યામાં પાંચ કરોડ ભારતીયો હશે.ઉલ્લેખનીય છે કે, ભારતની પર્યટન સીઝન ઉનાળા અને શિયાળા એમ બે ભાગમાં વહેંચાયેલી છે. જેમાં ઉનાળુ પ્રવાસીઓની સંખ્યા વધુ હોય છે. જોકે, મેકમાયટ્રિપના જણાવ્યા અનુસાર હવે ક્રિસમસની રજાઓમાં વિદેશ પ્રવાસનું પ્રમાણ વધી રહ્યું છે. મેટ્રિક્સ સેલ્યુલર વિદેશી પર્યટકોને સિમ કાર્ડની ખરીદી પર ડિસ્કાઉન્ટ ઓફર કરશે. ઉપરાંત, ગ્રાહકોને સિમ અને ડેટા સર્વિસિસ, ફોરેક્સ, ઇન્શ્યોરન્સ, મોબાઇલ ડિવાઇસ ઇન્શ્યોરન્સ, વેટ રિફંડ, યુરોપનાં ગામડાંમાં શોપિંગ વગેરે માટે ૪૦,૦૦૦ સુધીનાં ગિફ્ટ વાઉચર્સ મળશે. જોકે, મેટ્રિક્સ જેવી સિમ કાર્ડ કંપનીઓ ભારતી એરટેલ અને વોડાફોન ઇન્ડિયા જેવા મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર્સ તરફથી તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહી છે.કંપનીઓએ ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સ માટે આકર્ષક રોમિંગ પેકેજ લોન્ચ કર્યા છે. જેમ કે, ભારતી એરટેલનું પેકેજ એક દિવસથી એક મહિના સુધીનું છે. જેમાં ફ્રી ઈનકમિંગ કોલ્સ,એસએમએસ, કોલિંગ મિનિટ્‌સ વગેરેનો સમાવેશ થાય છે.

Related posts

આરબીઆઈ બોર્ડની બેઠક ૧૪ ડિસેમ્બરે મળશે

aapnugujarat

૯ કંપનીઓની માર્કેટ મૂડી ૩૬૪૬૭ કરોડ ઘટી ગઇ

aapnugujarat

વર્ષ ૨૦૧૮માં રોજગારીની વર્ષા થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1