Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

આરબીઆઈ બોર્ડની બેઠક ૧૪ ડિસેમ્બરે મળશે

આર્થિક બાબતોના પૂર્વ સેક્રેટરી શક્તિકાંત દાસની આરબીઆઈના ગવર્નર તરીકે નિમણૂંક કરવામાં આવ્યા બાદ અર્થશાસ્ત્રીઓમાં જોરદાર ચર્ચા ચાલી રહી છે. મળેલી માહિતી મુજબ આરબીઆઈ બોર્ડ દ્વારા ૧૪મી ડિસેમ્બરના દિવસે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવનાર છે. આરબીઆઈના નવા ગવર્નર સાફ શબ્દોમાં કહી ચુક્યા છે કે, ૧૪મી નવેમ્બરના દિવસે જે બેઠક યોજાનાર હતી તે બેઠક નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે. આ બેઠક માટેની પ્રાથમિકતા નક્કી કરી લેવામાં આવી છે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ય કોઇપણ મુદ્દા ઉપર વાતચીત કરવામાં આવશે નહીં. પ્રાથમિકતામાં જે મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે તે મુદ્દા ઉપર જ વાતચીત કરવામાં આવશે. મુંબઈમાં મિડિયાને સંબોધતા શક્તિકાંતે કહ્યું હતું કે, યોજના મુજબ જ તમામ નિર્ણયો લેવામાં આવશે. અંત્રે નોંધનીય છે કે, આરસબીઆઈના નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની ગઇકાલે શેરબજારના કારોબાર બાદ નિમણૂંક કરવામાં આવી હતી. શક્તિકાંત દાસ હાલમાં ફાઈનાન્સ કમિશનના સભ્ય તરીકે હતા. છેલ્લા ઘણા વર્ષથી તેઓ જુદા જુદા હોદ્દા ઉપર કામ કરી ચુક્યા છે. છેલ્લે નાણામંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગના સેક્રેટરી તરીકે હતા. નોટબંધી વેળા તેમની ભૂમિકા ખુબ મહત્વપૂર્ણ રહી હતી. આરબીઆઈ સાથે ખુબ નજીકના અંતરથી કામ કરવાનો તેમને અનુભવ રહેલો છે. બેંકોની મૂડી જરૂરિયાતો અને લિક્વિડીટી કટોકટીને લઇને મતભેદો રહી ચુક્યા છે. આરબીઆઈ માટે સુધારા એજન્ડા પર તેમને આગળ વધવાનું રહેશે. સાથે સાથે સરકાર અને આરબીઆઇ વચ્ચે જે મતભેદો ઉભા થયા છે તે મતભેદોને પણ દૂર કરવાની પણ તેમની જવાબદારી રહેશે. ૬૩ વર્ષીય શક્તિકાંત તમિળનાડુના પીઠ ઓફિસર તરીકે રહી ચુક્યા છે.

Related posts

અદાણીને મિનિટોની અંદર 52,000 કરોડનું નુકસાન

aapnugujarat

રામ જન્મભૂમિ પર વહેલી તકે મંદિર નિર્માણ જરૂરી : સંઘ

aapnugujarat

વિધાનસભા ચૂંટણી પરિણામ બાદ ગઠબંધન કરવા દેવગૌડાએ સંકેત આપ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1