Aapnu Gujarat
બિઝનેસ

હાર્દિક પટેલને સિલિકોન વેલી આવવા માર્ક ઝુકરબર્ગે આપ્યું આમંત્રણ

સુરતમાં હાર્દિક પટેલના રોડ શો અને જાહેર સભા બાદ તે વૈશ્વિક હિરો બની ગયો છે. હાર્દિકની સુરતની સભા ફેસબુક ઉપર ૩૭ હજાર લોકોએ જોઈ હતી. હાર્દિકના એ રેકોર્ડને કારણે ફેસબુકના માલિક માર્ક ઝુકરબર્ગે હાર્દિકને સિલિકોન વેલી આવવા આમંત્રણ આપ્યુ છે.  ગુજરાતની ચૂંટણીમાં અનેક નેતાઓ પોતાની સભા ફેસબુક લાઈવ કરે છે પણ હાર્દિકે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ખાસ હાર્દિક હજી સક્રિય રાજકારણનો હિસ્સો પણ નથી ત્યારે તેની સિધ્ધીની ફેસબુક દ્વારા નોંધ લેવામાં આવી છે.  એક તરફ અખબારો અને ટીવી ચેનલોમાં હાર્દિક પટેલની સભાનું કવરેજ થાય નહીં તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. પણ હાર્દિક ફેસબુક અને સોશીયલ મીડીયા મારફતે લોકો સુધી પહોંચવામાં બધા કરતા આગળ નિકળી ગયો છે. તા ૨૭ નવેમ્બરના રોજ હાર્દિકે ફેસબુક દ્વારા લોકો સાથે સંવાદ કરતા ૬ લાખ લાઈક મળી હતી, અને ૩૦ હજાર લોકોએ કોમેન્ટ કરી હતી, જયારે પાંચ હજાર લોકોએ તેની પોસ્ટ શેર કરી હતી. હાર્દિકના પેઈજ લાઈક આઠ લાખ છે, જયારે સવા આઠ લાખ લોકો તેને ફોલો કરે છે. જયારે સામે ભાજપને ૨૫ લાખ લાઈક અને ૨૫ લાખ લોકો ફોલો કરતા હોવા છતાં હાર્દિકની સુરતની સભાએ બધાને હરાવી દીધા છે. હાર્દિકની છેલ્લી દસ સભાના ૪૦ લાખ લાઈક મળ્યા છે.

Related posts

સેંસેક્સ ૩૪ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

विदेशी मुद्रा भंडार 440 अरब डॉलर के नए उच्च स्तर के करीब

aapnugujarat

मनी लॉन्ड्रिंग मामला: रॉबर्ट वाड्रा को ED की याचिका पर जवाब देने के लिए मिला समय

aapnugujarat

Leave a Comment

UA-96247877-1