Aapnu Gujarat
રમતગમત

રાંચીમાં દૂધવાળાના દીકરાએ કરી કમાલ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના વતન રાંચીમાંથી એક દૂધવાળાનો દીકરો પ્રખ્યાત થઈ ગયો છે. રાંચીનો આ ક્રિકેટર એટલા માટે લોકપ્રિય થયો કારણકે અંડર-૧૯ વર્લ્ડ કપ માટેની ટીમમાં તેની પસંદગી કરવામાં આવી છે જમણેરી સ્પિનર પંકજ યાદવે અંડર-૧૯ વર્લ્ડ કપની ટીમ માટે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મેળવી લીધુ છે. આ ટીમમાં પસંદગી પામ્યા બાદ પંકજે એક ન્યુઝ એજન્સી સાથેની વાતચીતમાં કહ્યું કે, તેઓ માતા-પિતા અને કોચ નાથ ઝાનો આભાર માને છે. યુવા પંકજે કહ્યું,ક્રિકેટ મારું જીવન છે અને વર્લ્ડ કપમાં હું મારું સર્વેશ્રેષ્ઠ યોગદાન આપીશ. ધોની અને શેર્ન વોર્ન મારા આદર્શ ખેલાડી છે. પંકજના પિતા ચંદ્રદેવ યાદવે કહ્યું,મારો દીકરો અભ્યાસમાં આગળ વધે તેવું હું વિચારતો હતો, પરંતુ તેને ક્રિકેટરમાં રસ છે તેથી મેં મારા દીકરાને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કર્યો. મારો દીકરો મહેન્દ્રસિંહ ધોનીનો પ્રશંસક છે અને આશા છે કે મારો દીકરો એક દિવસ માહિ સાથે મુલાકાત કરશે.

Related posts

हार के बाद कोई दबाव नहीं : चहल

aapnugujarat

૧૦૦ ઈન્ટરનેશનલ ગોલ કરનાર વિશ્વનો બીજો ફુટબોલર બન્યો રોનાલ્ડો

editor

कोहली ने खोला राज, बताया – इंग्‍लैंड दौरे पर बुरी तरह फ्लॉप होने के बाद सचिन ने कैसे की थी मदद

editor

Leave a Comment

UA-96247877-1