Aapnu Gujarat
તાજા સમાચારરમતગમત

દિલ્હી ટેસ્ટ ડ્રો : શ્રીલંકાના બેટ્‌સમેનોએ મક્કમ બેટિંગ કરી

દિલ્હીના ફિરોજશાહ કોટલા મેદાન ખાતેની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ આજે ડ્રોમાં પરિણમી હતી. જીતવા માટેના ૪૧૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા શ્રીલંકાએ મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે પાંચ વિકેટે ૨૯૯ રન બનાવ્યા હતા. શ્રીલંકા તરફથી ડિસિલ્વા ૧૧૯ રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. જ્યારે એઆરએસ સિલ્વા ૭૪ રન કરીને નોટઆઉટ રહ્યો હતો. ડિકવિલ્લા ૪૪ રન કરને નોટઆઉટ રહ્યો હતો. શ્રીલંકાના બેટ્‌સમેનોની મક્કમ બેટિંગના પરિણામ સ્વરુપે શ્રીલંકાની ટીમ આ ટેસ્ટ મેચને ડ્રોમાં ખેંચી જવામાં સફળ રહી હતી. મેચને ડ્રો જાહેર કરવામાં આવી ત્યારે શ્રીલંકાએ પાંચ વિકેટે ૨૯૯ રન કર્યા હતા. ભારત તરફથી જાડેજાએ ૮૧ રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. મેન ઓફ દ મેચ તરીકે વિરાટ કોહલી અને મેન ઓફ દ સીરીઝ તરીકેની પણ વિરાટ કોહલીની પસંદગી કરવામાં આવી હતી. આની સાથે જ ભારતે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી ૧-૦થી જીતી લીધી હતી. ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચના ગઇકાલે ચોથા દિવસે રમત બંધ રહી ત્યારે ભારતે તેની સ્થિતિ અતિ મજબૂત બનાવી લીધી હતી. શ્રીલંકાએ તેના બીજા દાવમાં ૩૧ રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આજે આગળ રમતા શ્રીલંકાના બેટ્‌સમેનો છવાઈ ગયા હતા અને ભારતને વધારે ખુશી મનાવવાની કોઇ તક આપી ન હતી. શ્રીલંકાની ટીમ ભારતના પ્રથમ દાવમાં ૫૩૬ રનના જવાબમાં શ્રીલંકાની ટીમ ૩૭૩ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. ત્યારબાદ ભારતે ઝડપથી બેટિંગ કરીને પાંચ વિકેટે ૨૪૬ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ત્યારબાદ શ્રીલંકાએ ગઇકાલે રમત બંધ રહી ત્યારે ત્રણ વિકેટ ગુમાવીને ૩૧ રન કર્યા હતા. એક વખતે એવું લાગી રહ્યું હતું કે, આ ટેસ્ટ મેચ પણ ભારત જીતીને ટેસ્ટ શ્રેણી ૨-૦થી જીતી લેશે પરંતુ ભારતની આશા ઉપર ડિસિલ્વા અને એઆરએસ સિલ્વા તથા ડિકવિલ્લાએ પાણી ફેરવી દીધું હતું. અત્રે નોંધનીય છે કે નાગપુરમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે ધારણા પ્રમાણે જ શ્રીલંકા સામે ઐતિહાસિક જીત મેળવી હતી. શ્રીલંકા સામે હજુ સુધીની સૌથી મોટી જીત મેળવ્યા બાદ ક્રિકેટ ચાહકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. આ અગાઉ ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશની સામે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી. નાગપુરમાં ભારતે એક ઇનિંગ્સ અને ૨૩૯ રને જીત મેળવી હતી જે સૌથી મોટી જીત હતી. ૧૧મી વખતે ભારતે શ્રીલંકાને એક ઇનિંગ્સના અંતરથી હાર આપી હતી. શ્રીલંકાએ પ્રથમ ઇનિંગ્સમાં ૨૦૫ રન કર્યા હતા. જેના જવાબમાં ભારતે છ વિકેટે ૬૧૦ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. શ્રીલંકાની ટીમ તેના બીજા દાવમાં ૪૯.૩ ઓવરમાં ૧૬૬ રન કરીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન ખાતે રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી હતી. ભારતીય ટીમ જીતની બિલકુલ નજીક પહોંચીને જીતથી વંચિત રહી જતા ક્રિકેટ ચાહકો નિરાશ થયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં બંને દેશો વચ્ચે મેચોની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ૨૭ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતે ૯ ટેસ્ટ મેચો જીતી છે. ૧૦ ટેસ્ટ મેચો ડ્રો થઇ છે. આઠ ટેસ્ટ મેચોમાં ભારતની પણ હાર થઇ છે. એકંદરે ૨૭ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે. હેડ ટુ હેડની વાત કરવામાં આવે તો બંને વચ્ચે ખુબ રોમાંચક ઇતિહાસ રહ્યો છે. ૨૦મી ઓગસ્ટ ૨૦૧૫ અને ૧૪મી ઓગસ્ટ ૨૦૧૭ વચ્ચેના ગાળામાં છેલ્લી ૮ ટેસ્ટ મેચો રમાઈ છે જે પૈકી ભારતની જીતનો દેખાવ શાનદાર રહ્યો છે. બીજી બાજ ભારતમાં શ્રીલંકા સામે ૧૯ ટેસ્ટ મેચો રમાઈ ચુકી છે જે પૈકી ભારતે ૧૧ ટેસ્ટ મેચોમાં જીત મેળવી છે જ્યારે બાકીની ૯ ટેસ્ટ મેચો ડ્રોમાં પરિણમી છે. દિલ્હી ટેસ્ટ મેચ ડ્રોમાં થતાં ટેસ્ટ મેચોની શ્રેણી પૂર્ણ થઇ છે. વિરાટ કોહલી સૌથી વધુ રન કરવામાં સફળ રહ્યો હતો. તેના ૬૦૦થી પણ વધુ રન થયા છે.

Related posts

एशेज 2019 : पहले टेस्ट के लिए इंग्लैंड टीम का एलान

aapnugujarat

આજે અમરનાથ યાત્રા પૂર્ણ જાહેર કરાશે

aapnugujarat

કલમ ૩૫એ અંગે ચુકાદો સુપ્રીમ કોર્ટે મોકૂફ રાખ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1