Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

ફિલ્મ સ્ટાર શશી કપૂરનું નિધન

વિતેલા વર્ષોના સુપર સ્ટાર અભિનેતા અને પદ્મભૂષણથી સન્માનિત શશી કપૂરનું લાંબી માંદગી બાદ અવસાન થતાં બોલીવુડમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી શશી કપૂરની તબિયત સારી ન હતી. ૨૦૧૫માં શશી કપૂરને દાદા સાહેબ ફાલ્કે એવોર્ડ પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વયોવૃદ્ધ સાથે સંબંધિત તકલીફ તેમને સતત નડી રહી હતી. સતત તબીબી દેખરેખ હેઠળ શશી કપૂર હતા. ૧૮મી માર્ચ ૧૯૩૮ના દિવસે જન્મેલા શશી કપૂરે અભિનેતા તરીકે ૧૭૫થી વધુ ફિલ્મોમાં ભૂમિકા કરી હતી. કલયુગ, વિજેતા, ઉત્સવ જેવી ફિલ્મોનું નિર્માણ પણ કર્યં હતું. ૧૯૯૧માં રજૂ થયેલી અમિતાભ બચ્ચન અભિનિત અજુબા ફિલ્મનું નિર્દેશન કર્યું હતું. શશી કપૂરે રશિયન ફિલ્મનું નિર્દેશન પણ કર્યું હતું. શશી કપૂરે બાળ કલાકાર તરીકે પોતાની કેરિયરની શરૂઆર કરી હતી. રાજકપૂરની આગ ફિલ્મ જે વર્ષ ૧૯૪૮માં રજૂ કરવામાં આવી હતી અને ૧૯૫૧માં રજૂ કરાયેલી આવારા ફિલ્મમાં તે બાળ કલાકાર તરીકે હતા. શશી કપૂરે ૧૯૬૧માં રજૂ થયેલી ધરમપુત્ર નામની ફિલ્મમાં અભિનેતા તરીકે એન્ટ્રી કરી હતી. ૧૯૮૦ સુધી બોલીવુડમાં શશી કપૂરનું પ્રભુત્વ રહ્યું હતું. શશી કપૂરે અભિતાભ બચ્ચન સાથે અનેક ફિલ્મોમાં જોડી જમાવી હતી જેમાં તમામ સુપરહિટ ફિલ્મો દિવાર, સુહાગ, કભી કભી, ત્રિશુલ, સિલસિલા અને નમક હલાલ, કાલાપથ્થરનો સમાવેશ થાય છે. શશી કપૂરના સંદર્ભમાં અમિતાભ બચ્ચને એક વખતે બ્લોગમાં લખ્યું હતું કે, શશીએ હંમેશા ખુબ મોટુ સમર્થન આપ્યું હતું. જ્યારે તે નોકરીની તલાશમાં હતા ત્યારે તેઓ શશી કપૂરને મળવા માટે જતાં હતા. તે વખત સુધી શશી કપૂરની સ્થિતિ ખુબ મજબૂત હતી. શશી કપૂરે તમામ નિર્દેશકોને તેને મળાવ્યા હતા. શશી કપૂરની લોકપ્રિયતાને લઇને તમામ અભિનેત્રીઓની તેમની સાથે કામ કરવા માટે તૈયાર હતી.૨૦૧૧માં પદ્મભૂષણથી સરકારે સન્માનિત કર્યા હતા. ૨૦૧૫માં શશી કપૂરને દાદા સાહેબ ફાલ્કેથી સન્માનિત કરાયા હતા. સન્માન મેળવનાર પરિવારના શશી કપૂર ત્રીજા સભ્ય બન્યા હતા. પૃથ્વી રાજ કપૂર અને રાજ કપૂરને પણ આ સન્માન મળ્યું હતું. આજે મુંબઈમાં તેમનું અવસાન થયું હતું. તેમના અવસાનના સમાચાર મળતા બોલીવુડમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. શશી પિતા પૃથ્વીરાજ કપૂર સાથે બાળપણમાં પૃથ્વી થિયેટરમાં જતા હતા. બાળ કલાકાર તરીકે પણ તેઓ લોકપ્રિય રહ્યા હતા. શશી કપૂરે શ્રેણીબદ્ધ ફિલ્મોમાં યાદગાર ભૂમિકા અદા કરી હતી. આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શશી કપૂરે ભૂમિકા ભજવી હતી. શશી કપૂરે ધરમપુત્રમાં અભિનેતા તરીકે એન્ટ્રી કર્યા બાદ ૧૭૫ ફિલ્મોમાં અભિનેતા તરીકે ભૂમિકા ભજવી હતી જેમાં ૬૧ ફિલ્મોમાં શશી કપૂર મુખ્ય અભિનેતા તરીકે હતા. ૫૫ મલ્ટી સ્ટારર ફિલ્મો હતી. ૨૧ સહાયક અભિનેતા તરીકેની હતી. સાતમાં મહેમાન તરીકેની ભૂમિકા હતા. ૧૯૬૦, ૧૯૭૦ અને ૧૯૮૦ના દશક સુધી શશી કપૂર સૌથી લોકપ્રિય અભિનેતા હતા.
અંગ્રેજી ફિલ્મોમાં પણ શશીકપૂરે ભૂમિકા ભજવી હતી. અભિનેત્રી નંદાએ આઠ ફિલ્મો શશીકપૂર સાથે કરી હતી.

Related posts

राहुल गांधी रण छोड़ साबित हुए : शिवराज

aapnugujarat

કર્ણાટકમાં ચૂંટણીના લીધે પેટ્રોલની કિંમતો ઉપર બ્રેક

aapnugujarat

નવી સુવિધા સાથે આર.કે. સ્ટુડિયો ફરી નિર્માણ થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1