Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

પોલિસી સમીક્ષાની રજૂઆત વચ્ચે શેરબજારમાં ઉદાસીનતા રહી શકે

શેરબજારમાં આજથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં અનેક પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. આરબીઆઈની પોલિસી સમીક્ષા, ગુજરાત ચૂંટણી, વૈશ્વિક પરિબળો સહિતના પાસાઓને ધ્યાનમાં લઇને કારોબારીઓ આગળ વધે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. વૈશ્વિક સંસ્થાઓ દ્વારા ભારતના અર્થતંત્રને આશાસ્પદરીતે રજૂ કરવામાં આવ્યા બાદ આનો લાભ ઉઠાવવા માટે કારોબારીઓ તૈયાર છે પરંતુ જુદા જુદા પરિબળો વચ્ચે હાલ જંગી રોકાણ કરવાની તૈયારી દેખાઈ રહી નથી. વધતી જતી નાણાંકીય ખાદ અને લિક્વિડીટીને લઇને ચિંતા રોકાણકારોને પ્રવર્તી રહી છે. શુક્રવારના દિવસે સેંસેક્સમાં ૩૧૬ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૩૨૮૩૩ રહી હતી જ્યારે નિફ્ટી ૧૦૦ પોઇન્ટ ઘટીને ૧૦૧૨૨ની નીચી સપાટીએ રહ્યો હતો. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ઉથલપાથલ રહ્યા બાદ આ કંપનીના આંકડાઓને લઇને પણ સીધી અસર થઇ શકે છે. પાંચમી ડિસેમ્બરના દિવસે સેલ્બીના આઈપીઓની ઉત્સુકતા પણ પ્રવર્તી રહી છે. અમદાવાદ સ્થિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચેઇન શેલ્બી દ્વારા પાંચમી ડિસેમ્બરના દિવસે ૫૦૪ કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવામાં આવનાર છે. આના ભાગરુપે ૪૮૦ કરોડ રૂપિયા સુધીના ઇક્વિટી શેરની ઓફર કરવામાં આવશે. કંપની દ્વારા સૂચિત આઈપીઓ માટે પ્રતિ ઇક્વિટી શેર કિંમત ૨૪૫થી ૨૪૮ રાખવામાં આવી છે. ગુજરાતમાં હાઈવોલ્ટેજ ચૂંટણીને લઇને પણ તમામની નજર કેન્દ્રિત થઇ છે. આગામી સપ્તાહમાં પ્રથમ તબક્કા માટે મતદાન યોજાનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની પાર્ટી ભાજપ માટે ગુજરાત વિધાનસભાની ચૂંટણી ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. અલબત્ત ચૂંટણીના પરિણામ ૧૮મી ડિસેમ્બરના દિવસે જાહેર કરવામાં આવશે પરંતુ લાંબાગાળે રોકાણ કરતા પહેલા મૂડીરોકાણકારો સાવચેતીપુર્વકનું વલણ અપનાવે તેવી શક્યતા છે. ડીએલએફ બોર્ડ દ્વારા પ્રમોટરોને શેર વોરંટ અને ડિબેન્ચર મારફતે ૧૧૨૫૦ કરોડ રૂપિયા ઉભા કરવાની યોજનાને લીલીઝંડી આપી દીધી છે. રિયલ એસ્ટેટ ડેવલપર દ્વારા પબ્લિક ઇશ્યુ અથવા તો પ્રાઇવેટ પ્લેસમેન્ટ મારફતે ૧૭.૩૦ કરોડ શેરની ઓફર કરવામાં આવનાર છે. તાતા સ્ટીલ ભુવનેશ્વર પાવરમાં ૭૪ ટકાની હિસ્સેદારી મેળવવાની તૈયારીમાં છે. આવી જ રીતે માઇક્રો મોરચે સર્વિસ સેક્ટરના દેખાવના માસિક સર્વેના આંકડા પાંચમી ડિસેમ્બરના દિવસે જારી કરવામાં આવનાર છે. સર્વિસ ઇન્ડસ્ટ્રી એક્ટિવીટી ચાર મહિનામાં સૌથી ઝડપીરીતે જોવા મળી રહી છે. આ ઉપરાંત અમેરિકામાં મોટા ઘટનાક્રમની અસર જોવા મળી શકે છે. સેનેટે યુએસ ટેક્સકોડને ઉથલી પાડે તેવા ઐતિહાસિક બિલને મંજુરી આપી દીધી છે. બજારમાં અન્ય વૈશ્વિક પરિબળોની અસર પણ રહી શકે છે.

Related posts

ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી સિડનીમાં ચોથી ટેસ્ટ મેચ

aapnugujarat

નિકાહ હલાલા-બહુવિવાહ પ્રશ્ને સુનાવણી કરવા સુપ્રીમ કોર્ટ રાજી

aapnugujarat

Maha’tra and Haryana assembly polls on Oct 21, results on Oct 24 : EC

aapnugujarat

Leave a Comment

UA-96247877-1