Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સિનિયર સિટીઝનો સામે મુંબઈમાં સૌથી વધુ ગુના : હેવાલ

સનિયર સિટીઝનો સામે સૌથી વધુ ગુનાઓના મામલામાં મુંબઈ પ્રથમ સ્થાન ઉપર રહ્યું છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના નવેસરના આંકડામાં આ મુજબનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. ડેટામાં જણાવવામાં આવ્યું છે કે, સિનિયર સિટીઝનો સામે સૌથી વધુ ગુનાઓના મામલામાં અમદાવાદ શહેર પણ સામેલ છે. અમદાવાદ શહેરમાં ૨૦૧૫માં ૧૭ અને ૨૦૧૬માં ૩૬૨ ગુના બન્યા હતા. જુદા જુદા રાજ્યોની વાત કરવામાં આવે તો આમા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ જેવા રાજ્યો સામેલ છે. મુંબઈમાં સૌથી વધુ ગુનાઓ સિનિયર સિટીઝનો સામે નોંધાયા છે અને કુલ ગુનાઓમાં હિસ્સેદારી ૩૪.૧ ટકા રહી છે. ૧૯ મોટા શહેરો જે ૨૦ લાખથી વધુની વસતી ધરાવે છે તેવા શહેરોના મામલામાં મુંબઈમાં સૌથી વધુ ગુનાઓ નોંધાયા છે. મુંબઈ શહેરમાં કેસોની સંખ્યામાં પણ વધારો થયો છે. ૨૦૧૫માં ૧૧૨૧ કેસોની તુલનામાં ૨૦૧૬માં મુંબઈમાં સિનિયર સિટીઝનો સામે કેસોની સંખ્યા વધીને ૧૨૧૮ થઇ ગઇ છે. એટલે કે સિનિયર સિટીઝનો સામે મુંબઈમાં કેસોની સંખ્યામાં ૯ ટકાનો વધારો થયો છે. મુંબઈમાં છેતરપિંડી અને હત્યાના કેસો પણ નોંધાયા છે. આ યાદીમાં દિલ્હી બીજા સ્થાને અને અમદાવાદ ત્રીજા સ્થાને છે. રાજ્ય અને કેન્દ્ર સાસિત પ્રદેશની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર સિનિયર સિટીઝનો સામે ૪૬૯૪ કેસો સાથે પ્રથમ સ્થાન ઉપર છે. દેશમાં કુલ કેસો પૈકી ૨૨ ટકા કેસો આ રાજ્યમાં નોંધાયા છે. મુંબઈ અને મહારાષ્ટ્ર સિનિયર સિટીઝનોના મામલામાં ગુનાઓ મુદ્દે સૌથી આગળ રહ્યા છે. આ મામલામાં અમદાવાદ પણ પાછળ નથી. અમદાવાદમાં કુલ કેસો પૈકી ૧૦.૨ ટકા કેસો નોંધાયા છે.

 

Related posts

મોદીએ લોકસભા ચૂંટણી વેળા ૧૪૩થી વધારે રેલી યોજી હતી

aapnugujarat

देहरादून-नई दिल्ली नंदा देवी एक्सप्रेस का कोटा तक बढ़ाने का फैसला

aapnugujarat

બેંગ્લોર ટેસ્ટના પ્રથમ દિવસે ભારતના ૬ વિકેટે ૩૪૭ રન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1