Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મોદીએ લોકસભા ચૂંટણી વેળા ૧૪૩થી વધારે રેલી યોજી હતી

લોકસભા ચૂંટણી અભિયાન દરમિયાન સાત તબક્કા વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝંઝાવતી પ્રચાર કરીને દેશના મોટાભાગના વિસ્તારોને આવરી લીધા હતા. ઉત્તરપ્રદેશના મેરઠથી શરૂઆત થયા બાદ મધ્યપ્રદેશના ખરગોનમાં તેમના પ્રચારની પૂર્ણાહૂતિ થઇ હતી. મોદીએ કુલ ૧૪૩ રેલીઓને સંબોધી હતી. સાથે ચાર રોડ શો કર્યા હતા. વડાપ્રધાનની કુલ રેલી પૈકી ૪૦ ટકા રેલી ઉત્તરપ્રદેશ અને બંગાળમાં તેમજ ઓરિસ્સામાં યોજાઈ હતી. લોકસભાની કુલ ૧૪૩ સીટો આ ત્રણ રાજ્યોમાં રહેલી છે. વડાપ્રધાને એકલા ઉત્તરપ્રદેશમાં ૨૯ રેલીઓ યોજી હતી. અહીં વર્ષ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ૮૦ પૈકી ૭૩ સીટો જીતીને જોરદાર સપાટો બોલાવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી અને તેમના સાથી પક્ષોએ પણ જોરદાર દેખાવ કર્યો હતો. બીજી બાજુ તૃણમુલ કોંગ્રેસના ગઢ ગણાતા બંગાળમાં ૧૭ અને બીજેડી શાસિત ઓરિસ્સામાં મોદીએ આઠ રેલી યોજી હતી. બંગાળની ૪૨ સીટમાં ભાજપને છેલ્લી ચૂંટણીમાં બે અને ઓરિસ્સામાં ૨૧ સીટો પૈકી એક સીટ મળી હતી. આ વખતે વડાપ્રધાન ઉત્તરપ્રદેસમાં સૌથી વધારે રેલી યોજવા પાછળ રાજકીય કારણો રહેલા છે જેનું મુખ્ય કારણ એ છે કે, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને રાષ્ટ્રીય લોકદળ ગઠબંધન કરીને ભાજપને પડકાર ફેંક્યો છે. બંગાળ અને ઓરિસ્સામાં ભાજપ પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાના ઇરાદા સાથે વધારે તાકાત લગાવી ચુક્યા છે જેથી આ રાજ્યોમાં વધારે રેલી યોજવામાં આવી હતી. વડાપ્રધાન અને ભાજપે પશ્ચિમ બંગાળમાં વધારે સારા દેખાવ સાથે પાર્ટીને ૩૦૦થી વધારે સીટો ઉપર જીત મેળવવાના ઇરાદા સાથે દાવા થઇ રહ્યા છે. બીજી તરફ પાર્ટીના વરિષ્ઠ નેતાનું કહેવું છે કે, ઉત્તરપ્રદેશમાં આ વખતે અપેક્ષા કરતા નબળો દેખાવ રહી શકે છે. ઉત્તરપ્રદેસમાં ઓછામાં ઓછી ૬૦ સીટો મળી શકે છે પરંતુ હજુ પણ આવું લાગી રહ્યું નથી. ઉત્તરપ્રદેશમાં સૌથી વધારે મોટો ફટકો ભારતીય જનતા પાર્ટીને ગઠબંધનની સ્થિતિમાં પડી શકે છે. હિન્દુ પટ્ટાના ત્રણ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી બાદ પાર્ટીએ કાર્યકરોની સ્થિતિને ફરી વ્યવસ્થિત કરવાના પ્રયાસ કર્યા હતા. આ રાજ્યોમાંથી ઓછામાં ઓછી ૩૦ સીટો જીતવાની ગણતરી કરી છે. મોદીએ આ રાજ્યો ઉપરાંત બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન કર્ણાટક અને ગુજરાતમાં ૫૦ રેલી યોજી હતી. વર્ષ ૨૦૧૪ની ચૂંટણીમાં ભાજપે આ છ રાજ્યોની ૧૯૬ સીટો પૈકી ૧૫૦ સીટ જીતી હતી જ્યારે એનડીએ ૧૬૭ સીટો મળી હતી.

Related posts

અયોધ્યા : રામ મંદિર માટે ૨૮ વર્ષ બાદ ફરી રથયાત્રા

aapnugujarat

૧૫,૦૦૦થી ઓછી આવક વાળાને મહિને પેન્શન મળશે

aapnugujarat

આ સપ્તાહમાં સતત ત્રણ દિવસ બેંકોમાં રજા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1