Aapnu Gujarat
મનોરંજન

જ્હાન્વી કપુર તેમજ ઈશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’નું શુટિંગ શરૂ

જ્હાન્વી કપુર અને ઈશાન ખટ્ટર અભિનિત ફિલ્મ ધડકનનુ શુટિંગ શરૂ કરવામાં આવી ચુક્યુ છે. આ એક રોમેન્ટિક ફિલ્મ છે. ગયા વર્ષે રજૂ કરવામાં આવેલી અને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા હાંસલ કરી ચુકેલી મરાઠી ફિલ્મ સૈરાટની હિન્દી રિમેક બનાવવામાં આવી રહી છે. શુટિંગ અંગે માહિતી ધર્મા પ્રોડક્શનના ઈન્સ્ટાગ્રામ પેજ પર આપવામાં આવી છે. સ્ક્રિપ્ટના ફોટો સાથે માહિતીની આપલે કરવામાં આવી રહી છે. ફિલ્મના નિર્માતા તરીકે કરણ જોહર છે. જ્યારે ફિલ્મના નિર્દેશનની જવાબદારી આ વખતે શશાંક ખૈતાન સંભાળી રહ્યા છે. ઇશાન અને જ્હાન્વી આ ફિલ્મ સાથે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ રહ્યા છે. સ્ટાર કલાકારોના બાળકો બોલિવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે. ચન્કી પાન્ડેની પુત્રી પણ બોલિવુડમાં સ્ટુડન્ટ ઓફ ધ યર-૨ સાથે કરી રહી છે. અન્ય ફિલ્મી કલાકારોના બાળકો પણ સતત પ્રવેશ કરી રહ્યા છે. સૈફઅલી ખાનની પુત્રી પણ બોલિવુડમાં એન્ટ્રી કરી રહી છે. હવે આ ફિલ્મનુ શુટિંગ શરૂ કરવામાં આવ્યુ છે. ફિલ્મમાં શ્રીદેવીની મોટી પુત્રી જ્હાન્વી એન્ટ્રી કરી રહી છે. તેની સાથે શાહિદનો નાનો ભાઇ ઇશાન કામ કરી રહ્યો છે.  આશાસ્પદ જ્હાન્વી પહેલાથી જ સોશિયલ મિડિયામાં સતત ચર્ચામાં રહી છે. તે સેલિબ્રિટી પાર્ટી અને ગ્લેમર પાર્ટીના પોતાના ફોટો હંમેશા રજૂ કરતી રહી છે. સોશિયલ મિડિયામાં તેના ફોટા હંમેશા ચર્ચામાં રહે છે.  ઇશાનને બીજી વખત ફિલ્મમાં કામ કરવાની તક મળી રહી છે. તે પહેલા બિયોન્ડ ધ ક્લાઉડ્‌સમાં કામ કરી ચુક્યો છે જેના માટે તેને એવોર્ડ પણ મળ્યા હતા.

Related posts

હાઈપ્રોફાઇલ શ્રીદેવી મોત કેસ બંધ : સસ્પેન્સ ખતમ

aapnugujarat

જેન્ટલમેનના નિર્માતા તેમજ નિર્દેશકથી જેક્લીન ખફા

aapnugujarat

દીપિકા ૨૦૨૧માં છવાયેલી રહેશે

editor

Leave a Comment

UA-96247877-1