Aapnu Gujarat
મનોરંજન

માનુષી છિલ્લરને લોંચ કરવા માટે સલમાન ઇચ્છુક

હાલમાં જ મિસ વર્લ્ડનો તાજ જીતીને ભારતનુ નામ રોશન કરનાર માનુષી છિલ્લરને હવે બોલિવુડમાં લોંચ કરવા માટેની તૈયારી કેટલાક નિર્માતા નિર્દેશકો દ્વારા હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત હેવાલ મુજબ માનુષીને પોતાની ફિલ્મમાં લેવા માટે કેટલાક નિર્માતા દ્વારા ઓફર પણ કરવામાં આવી ચુકી છે. હવે એવા સમાચાર મળ્યા છે કે સલમાન ખાન પણ માનુષીને પોતાના હોમ પ્રોડક્શનની ફિલ્મમાં તક આપવા માટે ઇચ્છુક છે. તે પોતાની સાથે જ તેને અભિનેત્રી તરીકે લેવા માટે ઇચ્છુક છે. માનુષી બોલિવુડમાં હવે પોતાની ઇનિગ્સ ક્યારે શરૂ કરશે તેને લઇને ચર્ચા ચાલી રહી છે. હવે એવી અફવા છે કે સલમાન ખાન તેને સૌથી પહેલા તક આપી શકે છે. સ્પર્ધામાં તેના હજુ સુધીના સફર અને તેના ફોટાને જોયા બાદ તેની પાસે ફિલ્મોની ઓફર આવી રહી છે. સલમાન પોતે માનુષીને જોરદાર ડેબ્યુ આપવા માટે ઇચ્છુક છે. સલમાને અનેક અભિનેત્રીઓનવે તક આપી છે. જેમાં સોનાક્ષી સિંહા, અથિયા શેટ્ટી, ડેઝી શાહ, જરીન ખાન, સ્લેહા ઉલાલનો સમાવેશ થાય છે. કેટલાક કલાકારોને શાનદાર તક આપવામાં આવી છે. બોલિવુડમાં સ્ટાર બાળકો જ એન્ટ્રી કરી રહ્યા છે. બહારના કલાકારો પહોંચી રહ્યા નથી. આવી સ્થિતીમાં સલમાન માનુષીને તક આપી શકે છે.
હાલમાં માનુષી બોલિવુડમાં કામ કરવા માટે તૈયાર નથી.ય તે એક ઇન્ટરવ્યુમાં કહી ચુકી છે કે હાલમાં ફિલ્મોમાં કામ કરવાની તેની કોઇ યોજના નથી.
સલમાન ખાન બોલિવુડમાં છેલ્લા કેટલાક સમયથી સૌથી મોટા સ્ટાર તરીકે રહ્યો છે. તેના નામથી ફિલ્મો સુપરહિટ સાબિત થઇ રહી છે. તે હાલમાં ટાઇગર જિન્દા હેમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મના ગીતો રજૂ કરવામાં આવ્યા બાદ હવે હિટ પણ થઇ રહ્યા છે.

Related posts

शाहिद कपूर की फिल्म का फर्स्ट वीकेंड शानदार रहा

aapnugujarat

आलिया का कातिलाना अंदाज

aapnugujarat

એમી જેક્શન બોલ્ડ ફોટાને લઇ ચર્ચામાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1