Aapnu Gujarat
રમતગમત

ઉપુલ થરંગાને હટાવી તિસારા પરેરાને બનાવાયો શ્રીલંકાનો નવો કેપ્ટન

લિમિટેડ ઓવર્સ ક્રિકેટમાં ખરાબ દોર માંથી પસાર થઇ રહેલ શ્રીલંકાની ટીમને નવો કેપ્ટન મળી ગયો છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (એસએલસી)એ ઉપુલ તરંગા પાસેથી વન-ડે અને ટી-૨૦ ટીમની કેપ્ટન્સી પાછી લઇને કેપ્ટન્સીની કમાન સ્ટાર ઓલરાઉન્ડર તિસારા પરેરાને સોંપી દીધી છે.  ઉપુલ તરંગાની કેપ્ટન્સીમાં શ્રીલંકાની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે.આ વર્ષે ઓગસ્ટ મહિનામાં રમવામાં આવેલી વન-ડે સીરીઝમાં ભારતે શ્રીલંકાની ટીમનો ૦-૫થી વ્હાઇટ વોશ કર્યો હતો. સાથે જ શ્રીલંકા ઓક્ટોબરમાં જ પાકિસ્તાન સામે રમાયેલી વન-ડે સીરીઝમાં શ્રીલંકા ૦-૫થી સીરીઝ હારી હતી. પરેરાને કેપેટન્સી સોંપતાં પહેલાં પસંદગીકર્તાઓએ અનેક નામો પર વિચાર કર્યો હતો અને અનેક નામો પર ચર્ચા પણ થઇ હતી પરંતુ અંતે પરેરાને કેપ્ટન બનાવવામાં આવ્યો. પરેરાએ અગાઉ યૂએઇ અને પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન ટી-૨૦ સીરીઝમાં ટીમની કેપ્ટન્સીની જવાબદારી સંભાળી હતી. તે ટીમ ઇન્ડિયાના મુશ્કેલીભર્યા પડકાર માટે તૈયાર છે પરંતુ આ પ્રવાસ તેના માટે અગ્નિ પરીક્ષા સમાન છે.

Related posts

ટોક્યો ઓલિમ્પિક : લવલિના સેમી-ફાઈનલમાં હારી, બ્રોન્ઝથી સંતોષ

editor

ન્યુઝીલેન્ડ-ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે રોચક ટ્‌વેન્ટી-૨૦ જંગ રમાશે

aapnugujarat

भारत-आस्ट्रेलिया बॉक्सिंग डे टेस्ट में दर्शकों के आने की उम्मीद

editor

Leave a Comment

UA-96247877-1