Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકા-ફર્સ્ટ અને મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈન વચ્ચે કોઈ જ હરિફાઈ નથી : ઈવાન્કા ટ્રમ્પ

ભારતની મુલાકાત લેવા આવનારી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઈવાન્કા ટ્રમ્પે જણાવ્યું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ પોલીસી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મેક ઈન ઈન્ડિયા કેમ્પેઈન એકબીજાથી અલગ છે અને એકબીજાના વિરોધી નથી. ઈવાન્કા આવતા અઠવાડિયે હૈદ્રાબાદમાં યોજાનારી ગ્લોબલ ઈકોનોમિક સમિટમાં ભાગ લેવા પહેલીવાર ઈન્ડિયાની મુલાકાતે આવી રહી છે.આ મુલાકાતની તૈયારીઓ અંગે વાત કરતા એક કોન્ફરન્સ કોલમાં ઈવાન્કાએ જણાવ્યું, “અમેરિકા ફર્સ્ટ એ બાકી દુનિયા જોડેથી સંપર્ક કાપી નાંખવા અંગે બિલકુલ નથી. મોટાભાગની સરકાર પોતાના નાગરિકોને પ્રાથમિકતા આપે છે. પરંતુ આવુ તમે સંકોચાઈને ન કરી શકો.” તેમણે જણાવ્યું કે અમેરિકા અને ભારત એ બંને દેશોની અર્થવ્યવસ્થાના વિકાસ માટે બંને દેશો વચ્ચે સહયોગ વધે તે માટે ટ્રમ્પ સરકારને ઈન્ડિયા પર ભરોસો છે.ઈવાન્કા હૈદ્રાબાદમાં વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળશે. આ સમિટમાં તે ભાગ લેવા માટે ઉત્સુક છે. ઈવાન્કા હૈદ્રાબાદમાં વડાપ્રધાન પહેલીવાર ભારત અને અમેરિકા મળીને આવી મહિલાઓની ઉદ્યોગસાહસિકતા અંગે સમિટનું આયોજન કરી રહ્યા છે. હૈદ્રાબાદની મુલાકાત દરમિયા ઈવાન્કા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મળશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પની સલાહકાર ઈવાન્કાએ જણાવ્યું, “આ વખતની ગ્લોબલ આંત્રપ્રોન્યોરશીપ સમિટ ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત પાર્ટનરશીપ સૂચવે છે.”
બંને દેશો વચ્ચે ઈમિગ્રેશન, વેપાર, વિઝા જેવા મુદ્દે મતભેદ હોવા છતાંય બંને વચ્ચે આર્થિક અને સુરક્ષા સંબંધો સારા વિકસ્યા છે. સંમેલન સાથે જોડાયેલા કાર્યક્રમનોની વાત કરતા ઈવાન્કાએ જણાવ્યું કે ૨૮ નવેમ્બરના ઉદઘાટન સમારંભ પછી વડાપ્રધાન મોદી સાથે રહેશે અને ૨૯ નવેમ્બરે વિમેન આંત્રપ્રોન્યોરિયલ લીડરશીપ અને વિમેન ઈન વર્કફોર્સ એમ બે નામથી પેનલ ડિસ્કશનમાં ભાગ લેતા પહેલા તે મુખ્ય ભાષણ આપશે.

Related posts

ઇન્ડોનેશિયા ભૂકંપ : મોતનો આંકડો વધી ૧૫૦ થયો

aapnugujarat

पाकिस्तान कि सिंधु नदी में वाहन गिरा, 14 लोगों की मौत

aapnugujarat

ब्रिटेन में 1 महीने के लिए फिर लगा लॉकडाउन

editor

Leave a Comment

UA-96247877-1