Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

૧ ડિસેમ્બરથી ઓટીપી દ્વારા આધાર કાર્ડ લિંક કરી શકાશે

હવે એરટેલ, જિયો, વોડાફોન અને આઈડિયા જેવા મોટા ટેલિકોમ ઓપરેટર્સ ઓટીપી દ્વારા આધાર-સિમકાર્ડને લિંક કરશે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા નવા માધ્યમને સ્વિકૃતિ આપી દેવાતા હવે યુઝર્સ ઘરેબેઠા જ પોતાના સિમકાર્ડને આધાર સાથે સરળતાથી લિંક કરી શકે. નોંધનીય છે કે આધાર-સિમકાર્ડ લિંકિંગની ડેડલાઈન ૬ ફેબ્રુઆરી, ૨૦૧૮ છે.
જ્યારે ઓટીપી વેરિફિકેશન ૧ ડિસેમ્બરથી શરુ થશે.ગયા મહિને સરકાર દ્વારા ટેલિકોમ કંપનીઓને પોતાના યુઝર્સનું ફરીવાર વેરિફિકેશન કરાવડાવવા માટે ૩ નવી રીતોની જાહેરાત કરી છે. આ નવી રીતો અનુસાર સિમકાર્ડ-આધાર લિંક કરવા માટે ઓટીપી, એપ અને આઇવીઆરએસનો ઉપયોગ કરી શકાશે. જેથી આ પ્રક્રિયા વધુ સરળ બની શકશે. જો કે ગ્રાહકો સર્વિસ પ્રોવાઈડર્સના સ્ટોર પર જઈને પણ આધાર-સિમકાર્ડ લિંકિંગ કરી શકશે.
તેમજ સરકારે કંપનીઓને દિવ્યાંગ, ગંભીરપણે બીમાર અને સિનિયર સિટિઝન્સ માટે આ સુવિધા ઘરઆંગણા સુધી લઈ જવાની પણ સૂચના આપવામાં આવી છે.
યુએઆઇડીઆઇના સીઇઓએ જણાવ્યું હતું કે, ‘મોબાઈલ નંબરના ઓટીપી બેઝ્‌ડ વેરિફિકેશનની પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં થઈ જશે તેવી કંપનીઓએ બાંહેધરી આપી છે. જેથી નક્કી સમયમર્યાદાની અંદર જ આ પ્રક્રિયા પુરી કરી દેવામાં આવશે. તેમજ મોબાઈલ ફોન નંબરનો મિસયુઝ ઘટાડી શકાશે.’ પહેલા તમારે એવું સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક થયેલો છે.
ત્યાર બાદ જ તમે ઓટીપી લિંકિંગ પ્રોસેસ શરુ કરી શકશો. રજિસ્ટર્ડ મોબાઈલ નંબરવાળા ગ્રાહકોને યુએઆઇડીઆઇ દ્વારા તેમના મોબાઈલ પર ઓટીપી મોકલવામાં આવશે. જો તમારો મોબાઈલ નંબર આધારકાર્ડ સાથે લિંક ન હોય તો તમારે સર્વિસ પ્રોવાઈડરના સ્ટોર પર જઈને વેરિફિકેશન કરાવવાનું રહેશે. સમાંતરપણે તમે તમારા મોબાઈલ નંબર અંગેની ડિટેઈલ્સ પણ ચેન્જ કરી શકો છો.

Related posts

શેલ્ટર હોમ રેપ કેસની ઘટના શરમજનક : નીતિશકુમાર

aapnugujarat

મધ્યપ્રદેશમાં વ્યા૫મ કૌભાંડની તપાસ કરતા સીબીઆઈના ૨૦ અધિકારીઓની સામુહિક બદલી

aapnugujarat

આજે અમરનાથ યાત્રા પૂર્ણ જાહેર કરાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1