Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

સુખોઇ ફાઇટર જેટથી પ્રથમ વખત બ્રહ્મોસનું પરીક્ષણ થયું

દુશ્મનની સરહદમાં ઘુસીને લક્ષ્ય તોડી પાડવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું સુખોઇ ફાઇટર જેટથી આજે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અવાજની ગતિથી આશરે ત્રણ ગણો વધુ એટલે કે ૨.૮ માકની ગતિથી હુમલો કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલનું પ્રથમ વખત સુખોઇ૩૦ એમકેઆઈ ફાઇટર જેટથી પરીક્ષણ કરવામાં આવ્યું છે. ફાઇટર જેટથી પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલના આ પરીક્ષણને ડેડલી કોમ્બિનેશન અથવા તો ઘાતક મિશ્રણ તરીકે ગણવામાં આવે છે. હવાથી જમીન ઉપર પ્રહાર કરવામાં સક્ષમ બ્રહ્મોસ મિસાઇલ દુશ્મન દેશમાં વધુ અસરકારકતા સાથે હુમલા કરી શકે છે. દુશ્મન દેશની સરહદમાં આતંકવાદી અડ્ડાઓ ઉપર હુમલા કરવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ મિસાઇલ અન્ડરગ્રાઉન્ડ પરમાણુ બંકરો, કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર, દરિયાની ઉપર ઉડી રહેલા વિમાનોને સરળરીતે ટાર્ગેટ બનાવી શકે છે. છેલ્લા એક દશકમાં સેનાએ ૨૯૦ કિલોમીટરની રેંજમાં જમીન પર પ્રહાર કરનાર બ્રહ્મોસ મિસાઇલને પહેલાથી જ પોતાના શસ્ત્રાગારમાં સામેલ કરી લીધી છે. બ્રહ્મોસ મિસાઇલ માટે ૨૭૧૫૦ કરોડ રૂપિયાના ઓર્ડર આપી દેવામાં આવ્યા છે. આના માટે સેના, નૌકા સેના અને ઇન્ડિયન એરફોર્સે પોતાની તાકાત દર્શાવી છે. જૂન ૨૦૧૬માં ભારતના ૩૪ દેશોના સંગઠન મિસાઇલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજીમનો હિસ્સો બની ગયા બાદ મિસાઇલની રેંજની ક્ષમતાને લઇને પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભારત આ સંગઠનમાં સામેલ થયા બાદ મિસાઇલની રેંજની મર્યાદા પણ હવે ખતમ થઇ ચુકી છે. આવી સ્થિતિમાં સશસ્ત્રદળો બ્રહ્મોસના ૪૫૦ કિલોમીટરની રેંજ સુધી પ્રહાર કરનાર વર્જનના પરીક્ષણની તૈયારી કરી છે. ભારત ૩૦૦ કિલોમીટરની રેંજવાળી મિસાઇલો તૈયાર કરવામાં સક્ષમ થશે.

Related posts

૧૦ ટકા ક્વોટા બિલને રાષ્ટ્રપતિ કોવિંદની મંજુરી

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં ૨૬/૧૧ જેવા આતંકી હુમલાનું ષડયંત્ર

aapnugujarat

રાજ્યસભામાં ભાજપની બેઠકો પર અસર દેખાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1