Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

પરિવહન મંત્રી ગડકરીએ પાર્કિંગને લઇને મહત્ત્વનો નિર્ણય લીધો

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પાર્કિંગને લઇને એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ગડકરીએ કહ્યું કે, જો કોઇ પાર્કિંગ નિયમ તોડીને ખોટી જગ્યાએ પોતાની કાર પાર્ક કરે છે. તો એનો ફોટો પાડીને સંબંધિત અધિકારીઓ અને પોલીસને મોકલો. આમ કરવાથી કારમાલિક સામે દંડ થશે જેની દસ ટકા રકમ ફોટો પાડીને મોકલનારને મળશે.

પોતાના મંત્રાલયની બહાર પાર્કિંગ ન હોવાના કારણે ગડકરી ઘણી વખત શરમજનક સ્થિતિમાં મુકાઇ જતા હતા. પાર્કિંગ માટેની જગ્યા ન હોવાના કારણે મહેમાનો અને રાજદૂતોની કાર રસ્તા પર પાર્ક કરવી પડતી હતી.

મોટર વેહિકલ એક્ટમાં એક નવો નિયમ જોડવા જઇ રહ્યો છું. જે કોઇ પણ કાર પાર્કિંગના નિયમ વિરુદ્ધ અથવા રસ્તાની વચ્ચે ગાડી પાર્ક કરી હોય તો મોબાઇલથી તેનો ફોટો પાડીને સંબંધિત વિભાગ તેમજ પોલીસને મોકલવાનો રહેશે. જેના આધારે કારમાલિકે  રૂા.૫૦૦નો દંડ ભરવો પડશે જેની ૧૦ ટકા રકમ આ ફોટો પાડનારને મળશે. પાર્કિંગ પ્લેસ ઓછી હોવાના કારણે આ સમસ્યા થાય છે.

ગડકરીએ ઉમેર્યું કે, પાર્કિંગ એરિયા માટેની પરવાનગી મેળવવા માટે મહિનાઓ લાગી ગયા છે. શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ સામે પણ આ મુદ્દાની રજૂઆત કરવામાં આવશે. દિલ્હીનાં મોટાભાગના રસ્તાઓ પર ખોટી રીતે વાહન પાર્ક કરવામાં આવે છે. જેનાથી લોકોને મુશ્કેલી ઊભી થાય છે.

ખોટી રીતે પાર્ક કરવામાં આવેલી ગાડીનાં લીધે ક્યારેક ટ્રાફિક જામ થાય છે. આ કારણોસર નવા નિયમની જાહેરાત કરવામાં આવી છે.

Related posts

चिदंबरम की जमानत याचिका का ED ने किया विरोध

aapnugujarat

दिल्ली में कोरोना से ज्यादा मौतें प्रदूषण से

editor

शोपियां में 2 आतंकि ढेर

editor

Leave a Comment

UA-96247877-1