Aapnu Gujarat
મનોરંજન

‘પદ્માવતી’ કરતાં ‘દેસી ગર્લ’ કરે છે વધારે કમાણી

બોલિવૂડમાં પોતાનો સિક્કો જમાવ્યા બાદ પ્રિયંકા ચોપરાએ હોલિવૂડમાં પણ મજબૂત સ્થાન જમાવી દીધું છે. અને પ્રિયંકા ચોપરાને એવોર્ડ શોમાં પર્ફોમ કરવા માટે ૧૨ કરોડ રૂપિયા ઓફર કરવામાં આવ્યા હતા તેવી ચર્ચા છે.હાલમાં પ્રિયંકા ચોપરા અમેરિકન શ્રેણી ક્વાન્ટિકોની ત્રીજી સિઝનના શૂટિંગમાં વ્યસ્ત છે હાલમાં જ પ્રિયંકાને માત્ર ૩૦ મિનિટના પર્ફોમન્સ માટે એક અવોર્ડ શોમાં ૧૨ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. કેટલાક મહિના પહેલા તેને આ એવોર્ડ શો માટે ઓફર કરવામાં આવી હતી. પરંતુ ઓછા નાંણા અપાતા હોવાથી પ્રિયંકા તે કરવા રાજી નહોતી . તે હવે ઇન્ટરનેશનલ સ્ટાર છે અન તે ઇચ્છે છેકે તેને નાણા પણ તે જ રીતે મળવા જોઈએ.સામે પક્ષે દીપિકાની વાત કરીએ તો દીપિકા પણ ત્રિપલ એક્સથી હોલિવૂડ ડેબ્યૂ કરી ચૂકીછે જોકે તેને આખી ફિલ્મ માટે ૮ કરોડની ચૂકવણી થાય છે. દીપિકા જ નહીં બોલિવૂડની કોઈ એકટ્રેસને ૧૨ કરોડ રૂપિયા નથી મળતા જે પ્રિયંકાને અડધો કલાકમાં મળે છે. તો આ બાબતમાં તો દેસી ગર્લ પ્રિયંકા આગળ જ નીકળી ગઈ . આવાતથી પીસીના ચાહકો ઘણા ખુશ છે.

Related posts

શ્રીદેવીના મોત મુદ્દે તપાસની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટે રદ્દ કરી

aapnugujarat

‘ઓહ માય ગોડ’ની સિકવલમાં યામી અક્ષય કુમાર સાથે જાેવા મળશે

editor

ડ્રગ્સ કેસમાં એનસીબી ફરી અનન્યા પાંડેની પુછપરછ કરી

editor

Leave a Comment

UA-96247877-1