Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઝિમ્બાબ્વેમાં પ્રમુખ રોબર્ટ મુગાબેના ૩૭ વર્ષના શાસનનો અંત

ઝિમ્બાબ્વેના સરકારી ન્યૂઝ ટેલિવિઝન ચેનલના જણાવ્યાનુસાર, મુગાબે રવિવારે સેનાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવાના હતા. સેનાનું કહેવું છે કે, મુગાબે ખૂબ ઝડપથી પોતાના નિર્ણયો પ્રજાને જણાવી દેશે. ૯૩ વર્ષીય મુગાબે ૩૭ વર્ષથી ઝિમ્બાબ્વેનું સુકાન સંભાળી રહ્યા છે, પરંતુ ઝિમ્બાબ્વેના લોકોમાં અને સેનામાં પણ તેમની સામેનો વિરોધ સતત વધી રહ્યો હતો. છેલ્લાં ઘણાં સમયથી તેઓ સેનાની મદદથી જ બળવો ડામી દેતા હતા. જોકે, આ વખતે મુગાબેને એવી સફળતા મળી નથી.ઝિમ્બાબ્વેમાં પ્રમુખ રોબર્ટ મુગાબેના ૩૭ વર્ષના લોહિયાળ શાસનનો આખરે સત્તાવાર અંત આવ્યો છે. ઝિમ્બાબ્વેની સેનાના વડાના દબાણ પછી મુગાબેના ઝાનુ-પીએફ પક્ષે જ સર્વસંમતિથી તેમને બરતરફ કરી દીધા છે.સેનાએ ગયા અઠવાડિયે જ બળવો કરીને મુગાબે પાસેથી ઝિમ્બાબ્વેનું સુકાન લઈ લીધું હતું. એટલું જ નહીં, સેનાએ જ પક્ષના વડા તરીકે મુગાબેનું રાજીનામું લઈ લેવાનું દબાણ કર્યું હતું.
ઝિમ્બાબ્વેના રસ્તા પર મુગાબેના વિરોધમાં અને સેનાની તરફેણમાં હજારો લોકો ઉતરી પડયા હતા. અત્યાર સુધી ઝિમ્બાબ્વેમાં મુગાબેના નામથી જ લોકો ધૂ્રજતા હતા, પરંતુ સેનાએ સુકાન હાથમાં લઈ લીધા પછી લોકોમાં આત્મવિશ્વાસ આવી ગયો હતો. ઝિમ્બાબ્વેની રાજધાની હરારે સહિત અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ મુગાબેની તસવીરો ફાડી રહ્યા હતા.મુગાબેએ પોતાના ડેપ્યુટી અને ઉપપ્રમુખ ઇમર્સન મનંગાવાની હકાલપટ્ટી કરી દીધી હતી. આ બાબત એ વાત પર ઈશારો કરતી હતી કે, મુગાબે પત્ની ગ્રેસ મુગાબેને પોતાની ઉત્તરાધિકારી તરીકે નિમણૂક કરવા માંગતા હતા. એ જ વખતે સેનાએ હસ્તક્ષેપ કરીને મુગાબેને નજરબંધ કરી લીધા હતા.

Related posts

सिनसिनाटी में गोलीबारी की अलग अलग घटनाओं में 8 लोगों की मौत

editor

અમેરિકામાં કોરોનાનો કેર : એક જ દિવસમાં બે લાખ કેસ

editor

No possibility of diplomatic relations with India : Qureshi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1