Aapnu Gujarat
Uncategorized

રૂપાણીનાં પત્નીનો રાજકોટ પશ્ચિમ બેઠક પર ૫૧૦૦૦ મતોથી જીતનો દાવો

ભાજપે પ્રથમ યાદી બહાર પાડી છે, જેમાં ૭૦ નામો જાહેર કરવામાં આવ્યા છે. આ લિસ્ટમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રાજકોટ પશ્ચિમ બેઠકમાંથી લડશે. તેવું સત્તાવાર જાહેર થઇ ચૂક્યું છે, આ વાતને લઇ રાજકોટમાં રહેતા રૂપાણીના પત્ની અંજલીબહેન સહિત કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ તકે અંજલી બહેને જણાવ્યું હતું કે રાજકોટ પશ્ચિમમાં ફરી કેસરિયો લહેરાશે અને સીએમ ૫૧ હજારની લીડથી જીત મેળવશે.વિજયભાઇનું નામ જાહેર થતા રાજકોટમાં ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સીએમના પત્ની અંજલીબહેન સહિત કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. વિજયભાઇ આ બેઠક પર પેટા ચૂંટણી લડ્યા હતા અને ગુજરાત મુખ્યમંત્રી બન્યા હતા. સૂત્રોનું કહેવું છે કે આગામી સોમવારે વિજયભાઇ રાજકોટ આવી ઉમેદવારી ફોર્મ ભરશે. આ માટે રાજકોટ ભાજપે તૈયારીઓ પણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે વિજયભાઇની સામે કોંગ્રેસમાંથી ઇન્દ્રનીલ રાજ્યગુરુ ચૂંટણી લડશે. ત્યારે સ્થાનીક રાજકારણની વાત કરીએ તો પાટીદાર ફેક્ટર અને વેપારી વર્ગ જે તરફ વોટ કરશે તે પક્ષ ચૂંટણી જીતશે.

Related posts

સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં હડતાળથી કામગીરી ઠપ

aapnugujarat

ખનીજ ચોરી કેસ : ભગવાન બારડનું સસ્પેન્શન યથાવત્‌, હાઇકોર્ટે રિટ અરજી ફગાવી

aapnugujarat

ધ્રાંગધ્રા સબજેલમાં એસઓજીનાં દરોડા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1