Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાહુલ ગાંધી તેજસ્વીને લંચ પર સાથે લઇ ગયા : રિપોર્ટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં સંપૂર્ણ તાકાત લગાવી ચુકેલા કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આરજેડીના વડા લાલૂ યાદવના પુત્ર તેજસ્વી સાથે લંચ કરવા પહોંચી ગયા હતા. તેજસ્વીએ ટિ્‌વટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેજસ્વીએ ટિ્‌વટર પર રાહુલની સાથે લંચ કરતાનો એક ફોટો પણ પોસ્ટ કર્યો છે અને કહ્યું છે કે, શાનદાર લંચ માટે લઇ જવા માટે તેઓ રાહુલ ગાંધીનો આભાર માને છે. રાહુલને લઇને તેઓ હમેશા આશાવાદી રહ્યા છે. જો કે, તેજસ્વીએ આ ફોટો ક્યાનો છે તે અંગે કોઇ વાત કરી નથી. એક દિવસ પહેલા જ તેજસ્વીએ રાહુલ ગાંધીની ભરપુર પ્રશંસા કરી હતી. એક પછી એક ટિ્‌વટ કરીને તેજસ્વીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગપ્પુ તરીકે ગણાવ્યા છે.
તેજસ્વી યાદવે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, જ્યાં પપ્પુ લોકપ્રિયતાના મામલામાં ઉપર જઇ રહ્યા છે ત્યારે ગપ્પુ નીચે આવી રહ્યા છે. આરજેડી અને કોંગ્રેસના સંબંધ નવા નથી. ઘણા વર્ષોથી આ બંને પાર્ટીઓ વચ્ચે સંબંધ રહેલા છે. વર્ષ ૨૦૧૫માં વિધાનસભાની ચૂંટણી પણ આ બંને પાર્ટીઓએ સાથે મળીને લડી હતી. કોંગ્રેસ-આરજેડી-જેડીયુ દ્વારા ભાજપ સામે ગઠબંધન કરીને ચૂંટણી લડવામાં આવી હતી. સરકાર બનાવી લીધા બાદ થોડાક સમય પહેલા જ નીતિશકુમારે આરજેડી સાથે છેડો ફાડીને નવી સરકાર બનાવી હતી. ભાજપની સાથે મળીને સરકાર બનાવી દેવામાં આવી હતી. તેજસ્વી અને રાહુલ અગાઉ પણ સાથે નજરેપડ્યા હતા. બિહારમાં વિધાનસભાની ચૂંટણી દરમિયાન બંને એક સાથે નજરે પડ્યા હતા. જો કે, હવે તેમની વચ્ચે મિત્રતા વધારે મજબૂત થઇ રહી છે. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી વેળા આ બંને એક સાથે આગળ આવે તેવી શક્યતા દેખાઈ રહી છે.

 

Related posts

કોંગ્રેસ એકલે હાથે કદી ભાજપને હરાવી નહીં શકે : અસદુદ્દીન ઓવૈસી

aapnugujarat

પત્ની રિસાઈને પિયર જતાં પતિએ પીએમ મોદીને પત્ર લખ્યો!!!

aapnugujarat

પ્રિયંકા રાયબરેલીમાંથી જ ચૂંટણી લડે તેવી સંભાવના

aapnugujarat

Leave a Comment

UA-96247877-1