Aapnu Gujarat
મનોરંજન

નેગેટિવ વાતથી તેને કોઇ અસર થતી નથી : બોબી

કોઇ સમય બોલિવુડના સૌથી હેન્ડસમ અભિનેતામાં સામેલ રહેલા બોબી દેઓલે કહ્યુ છે કે સલમાન ખાન સાથેની ફિલ્મ રેસ-૩ ફિલ્મ મળ્યા બાદ તે ભારે ખુશ છે. આ ફિલ્મના કારણે તેની કેરિયર ફરી તેજીમાં આવી શકે છે. તે સલમાનની રેસ-૩ ઉપરાંત બોબી દેઓલ હાલમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. જેમાં યમલા પગલા દિવાના નામની હોમ પ્રોડક્શનની ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મમાં તેની સાથે ધર્મેન્દ્ર અને સની દેઓલ પણ છે. બોબી ફિલ્મોમાંથી એકાએક લાંબા સમય સુધી ગાયબ થઇ ગયો હતો. તેની પાસે કોઇ સારી ફિલ્મો આવી રહી ન હતી. તે તીવ્ર સ્પર્ધા વચ્ચે ફેંકાઇ ગયો હતો. બોબી દેઓલ પોતાની ફિલ્મી કેરિયરમાં અનેક સુપરહિટ ફિલ્મ આપી ચુક્યો છે. છતાં પણ તે કહે છે કે તે ક્યારેય પોતાને સુપરસ્ટાર તરીકે ગણતો નથી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોમાં માત્ર કામ કરવા માટે ઇચ્છુક છે. મીડિયા સાથે વાતચીત કરતા બોબીએ કહ્યુ છે કે તે ક્યારેય તેને પોતાને સુપરસ્ટાર તરીકે ગણતો નથી. આજે જ્યારે તેની કેરિયર સારી રીતે આગળ વધી રહી નથી ત્યારે લોકો તેને કહે છે કે તે વર્ષ ૧૯૯૦ના દશકમાં સ્ટાર હતો. બોબી દેઓલનુ કહેવુ છે કે અમને માત્ર અમારા કામ પર ધ્યાન આપવાની જરૂર છે. સોસિયલ મિડિયા પર પોતાના સંબંધમાં નેગેટિવ બાબતો લખવામાં આવ્યા બાદ બોબીએ કહ્યુ છે કે છેલ્લા ચાર વર્ષમાં તેને કોઇ કામ મળ્યુ નથી. પરંતુ આના કારણે તેને કોઇ અસર થતી નથી. લોકો તેના અંગે શુ વાત કરી રહ્યા છે તે અંગે તે ચિંતા રાખતો નથી. જે તે પોતે ખરાબ તબક્કામાંથી બહાર નિકળી ચુક્યો છુ ત્યારે ફરી એકવાર આ પ્રકારની બાબતો સપાટી પર આવી છે. જેથી નેગેટિવ વાતોને લઇને તેના પર કોઇ અસર થતી નથી.

Related posts

‘कलंक’ के फ्लॉप से मुझे कोई भी फर्क नहीं पड़ता : माधुरी

aapnugujarat

એશ્વર્યા અને આરાધ્યા હોસ્પિટલથી કરાયા ડિસ્ચાર્જ

editor

ब्रेकअप पर बोलीं इलियाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1