Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

મારા પતિ પીટરે જ શિનાનું અપહરણ કરાવ્યું હતુંઃ ઈન્દ્રાણી મુખરજીનો દાવો

મુંબઈમાં પોતાની પુત્રીની હત્યાની આરોપી ઈન્દ્રાણી મુખરજીએ સીબીઆઈ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પોતાના પતિ પીટર મુખરજી પર એવો આરોપ મુક્યો છે કે પીટરે વર્ષ ૨૦૧૨માં પોતાની પુત્રીનું અપહરણ કર્યું હતું અને પછી તેને ગાયબ કરી દીધી હતી.
શીના બોરા મર્ડર કેસમાં ઈન્દ્રાણી મુખરજીની આ અરજી સાથે એક નવો વળાંક આવ્યો છે. ઈન્દ્રાણી મુખરજીએ સીબીઆઈ કોર્ટને પોતાની અરજીમાં લખ્યું છે કે મારી પુત્રી (શીના) ગાયબ થવા પાછળ પીટર મુખરજીની લાલચ અને બદલો લેવાની નિયત જવાબદાર હોઈ શકે છે.ઈન્દ્રાણી મુખરજીએ અરજીમાં જણાવ્યું છે કે શીનાએ લાલચ, વિશ્વાસઘાત, ઈર્ષા, હવસ અને જેને તે વધુ પ્રેમ અને વિશ્વાસ કરતી હતી તેને લઈને પોતાનું જીવન ગુમાવી દીધું હતું. ઈન્દ્રાણી મુખરજીએ એવી માગણી કરી છે કે ફોન કંપનીને આદેશ કરવામાં આવે કે પીટર મુખરજીના વર્ષ ૨૦૧૨થી ૨૦૧૫ દરમિયાનના કોલ રેકોર્ડ બહાર કાઢવામાં આવે કે જેથી હકીકતો સામે આવી શકે.ઈન્દ્રાણી મુખરજીએ જોકે સીધી રીતે પીટર પર હત્યાનો આરોપ મુક્યો નથી, પરંતુ એવું જણાયંુ છે કે પીટર અને તેનો પૂર્વ ડ્રાઈવર શ્યામવર રાય શીનાના અપહરણ થવા પાછળ અને પુરાવાનો નાશ કરવા માટે હોઈ શકે છે. તેણે જણાવ્યું છે કે આ લોકોએ એવી સ્થિતિનું નિર્માણ કર્યું હતું કે જેનાથી મને ફસાવવામાં આવી હતી અને મારી ધરપકડ કરાઈ હતી. શીના બોરાના મર્ડરમાં ઈન્દ્રાણી મુખરજી, પીટર અને સંજીવ ખન્ના આરોપી છે.
૨૦૧૨માં મુંબઈથી ૮૪ કિ.મી. દર રાયગઢનાં જંગલોમાં શીનાની લાશ મળી હતી.સીબીઆઈ કોર્ટને આપવામાં આવેલી અરજીમાં ઈન્દ્રાણી મુખરજીએ જણાવ્યું છે કે પીટર અને બીજા કેટલાક લોકોએ મારા માટે એવી હાલત ઊભી કરી હતી કે જેને લઈને મને ફસાવવામાં આવી છે અને સાક્ષીઓને પ્રભાવિત કરવામાં આવ્યા હતા અને પરિણામે મારી ધરપકડ થઈ હતી. દરમિયાન પીટર મુખરજીના વકીલ શ્રીકાંત શિવરેએ જણાવ્યું હતું કે ઈન્દ્રાણી મુખરજીની અરજીમાં હું કોઈ કોમેન્ટ કરવા માગતો નથી. આ અરજીનો અદાલતમાં યોગ્ય જવાબ આપવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે ૨૦૦૨માં પીટર મુખરજી અને ઈન્દ્રાણીનાં લગ્ન થયાં હતાં. પીટર સ્ટાર ઈન્ડિયાના સીઈઓ રહી ચૂક્યા છે. તેમની પત્ની ઈન્દ્રાણી આઈએનએક્સ મીડિયાની સીઈઓ રહી ચૂકી છે. શીના બોરા ઈન્દ્રાણીના પ્રથમ લગ્ન દ્વારા થયેલી પુત્રી હતી, જ્યારે સંજીવ ખન્ના ઈન્દ્રાણીનો બીજો પતિ છે.

Related posts

પાકિસ્તાન સાથેના સંબંધોમાં ધોવાણ થયું છે : અમેરિકા

aapnugujarat

આમ આદમી પાર્ટીએ હંમેશા મારા વિઝન અને કામને ઓળખ્યા ઃ સિદ્ધુ

editor

पंजाब, प.बंगाल और केरल में नहीं लागु होगा नागरिकता अनुसंधान विधेयक

aapnugujarat

Leave a Comment

UA-96247877-1