Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાફેલ ડીલ પર કોંગ્રેસના આરોપ પર રિલાયન્સે આપી કેસ કરવાની ચીમકી

૩૬ રાફેલ લડાકુ વિમાનોના સોદાના લઈને કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદી સરકાર પર લગાવવામાં આવેલા તમામ આરોપોને ફ્રાન્સ સરકારે નકારી કાઢ્યા છે. કોંગ્રેસનો આરોપ છે કે, નરેન્દ્ર મોદી સરકારે ફ્રાન્સની કંપની ડસાલ્ટ એવિયેશનની સાથે રાફેલ લડાકુ વિમાનો ખરીદવાને લઈને જે કરાર કર્યા છે, તેમાં વધુ રૂપિયા આપવામાં આવ્યા છે. ડસાલ્ટ એવિયેશને ભારતીય વાયુસેનાને ૩૬ રાફેલ લડાકુ વિમાન આપ્યા છે તો અનિલ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ડિફેન્સ લિમિટેડે કોંગ્રેસને કહ્યું કે, તે પોતાના તમામ આરોપો પરત લઈ લે, નહિ તો તેના પર કેસ કરવામાં આવશે. કોંગ્રેસનો આરોપ છે કે, ફ્રાન્સની કંપની ભારતીય પાર્ટનર (રિલાયન્સ ડિફેન્સ)ને ખોટી રીતે પસંદ કરવામાં આવી છે.કોંગ્રેસના આરોપો પર ફ્રાન્સના રાજનીતિક સૂત્રોએ કહ્યું કે, લડાકુ વિમાનોને ઉત્કૃષ્ઠ પ્રદર્શન અને પ્રતિસ્પર્ધી મૂલ્યના આધારે પસંદ કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, રાફેલને પૂરી રીતે પારદર્શી અને પ્રતિસ્પર્ધી પ્રક્રિયાના માધ્યમથી પસંદ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આ એક ઘરેલુ રાજનીતિક મામલો છે અને તે આ બાબતમાં દખલ આપવા નથી માગતા.કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ફ્રાન્સની કંપની સાથે ૫૮,૦૦૦ કરોડ (૭.૮ અરબ યુરો)માં ૩૬ રાફેલ વિમાન ખરીદવાનો સોદો કરવામાં આવ્યો છે, જે ભારતમાં ટેક્સ આપનારા લોકોની કમાણી છે. કોંગ્રેસનો આરોપ છે કે, વર્ષ ૨૦૧૨માં યુપીએ સરકારે ફ્રાન્સથી એરક્રાફ્ટ ખરીદવા માટે જેટલામાં સોદો કર્યો હતો. તેનાથી ત્રણ ગણી વધુ રકમ આપીને મોદી સરકાર એરક્રાફ્ટ ખરીદી રહી છે. એટલું જ નહિ, પાર્ટીનો આરોપ છે કે, સરકાર માત્ર એક ઈન્ડસ્ટ્રીયલ ગ્રૂપ રિલાયન્સ ડિફેન્સ લિમિટેડને કેમ ફાયદો કરાવી રહી છે. આ કંપનીએ ફ્રાન્સની ડસાલ્ટ એવિયેશનની સાથે મળીને ૩૦ કરોડ રૂપિયાનું ઈન્વેસ્ટ કર્યું છે.કોંગ્રેસના આરોપોનો જવાબ આપતા રિલાયન્સ ડિફેન્સે કહ્યું કે, ૨૪ જૂન ૨૧૬ના રોજ સરકાર દ્વારા રક્ષા ક્ષેત્રમાં જાહેર કરવામાં આવેલ નીતિ અનુસાર, ડિફેન્સ સેક્ટરમાં વગર કોઈ અનુમતિએ ૪૯ ટકા એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે. હવે સંયુક્ત ઉદ્યમ કંપનીનું ગઠન કરવા માટે કેન્દ્રીય મંત્રીમંડળ કે સીસીએમની અનુમતિની જરૂરત નથી. કંપનીનું કહેવુ છે કે, જો કોંગ્રેસે પોતાના આરોપ પરત ન લીધા, તો તે પાર્ટીની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે.

Related posts

Sensex down by 48.39 pts at 37,982.74, Nifty slipped by 15.15 points at 11,331.05

aapnugujarat

35 injured in Jallikattu at TamilNadu

aapnugujarat

ચૂંટણી ઢંઢેરામાં જે કહ્યું છે તે કરીેને દમ લઈશું : રાજનાથસિંહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1