Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતાનો માહોલ : સચિન પાયલોટ

રાજસ્થાન કોંગ્રેસના વડા સચિન પાયલોટે ભ્રષ્ટાચારના મામલામાં ગુજરાત ટોપ ઉપર હોવાનો અને ભાજપ શાસનથી લોકો ત્રાસી ગયા હોવાનો દાવો કર્યા બાદ ભાજપે ફરી એકવાર ગુજરાત કયા કાય ક્ષેત્રમાં આગળ રહ્યું છે તે અંગેની માહિતી જારી કરીને મતદારો સમક્ષ મુકી છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા જગદીશ ભાવસારે આંકડાકીય માહિતી રજૂ કરતા દાવો કર્યો છે કે, ગુજરાત જુદા જુદા ક્ષેત્રોમાં નંબર વન છે જેમાં ૧૨૦ લાખ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે મગફળી, કપાસ અને મસાલાના ઉત્પાદન ક્ષેત્રે ગુજરાત નંબરવન છે. ભાજપ તરફથી આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે, ગુજરાત દેશના વિકાસનું એન્જિન તરીકે છે. સચિન પાયલોટના આક્ષેપને ફગાવી દઇને આંકડા રજૂ કરવામાં આવ્યા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, સરકાર સરકારની વિકાસલક્ષી ઉદાર નીતિના પરિણામ ઔદ્યોગિક-કૃષિ આંતર માળખાકીય સુવિધા ક્ષેત્રમાં ગુજરાતે મોટી હરણફાળ ભરી છે. ગુજરાત ભારતના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ૪૪.૩ ટકાના યોગદાન સાથે પ્રથમ ક્રમે છે. જગદીશ ભાવસારે એમ પણ જણાવવામાં આવ્યું છે કે, ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૨૭૦૧૨૫ કરોડ રૂપિયાના યોગદાન સાથે પ્રથમ સ્થાન પર છે. કાર્ગો હેન્ડલિંગના મામલે ગુજરાત નંબર વન છે. ૧૨૦ લાખ મેટ્રિક ટનના ઉત્પાદન સાથે મગફળી, કપાસ અને મસાલાના ક્ષેત્રમાં પ્રથમ ક્રમાંક ઉપર છે. ગુજરાતના ખેડૂતોને ઇલેક્ટ્રીસિટી ડ્યુટી આપવી પડતી નથી તેવો દાવો ભાજપના વરિષ્ઠ નેતાઓ કરે છે. તેમનું કહેવું છે કે, દેશમાં આવું કોઇ જગ્યાએ નથી. ગરીબો, વંચિતોના વિકાસ માટે ૨૦ મુદ્દા અમલીકરણ ગુજરાત અગ્રણી રહ્યું છે. કોંગ્રેસ પાર્ટીના સભ્યો જેને લઇને હોબાળો મચાવે છે તે રોજગારી સર્જનમાં દેશમાં ૨૦૦૨થી ગુજરાત પ્રથમ ક્રમાકે રહ્યું છે. ૨૭૦૮૦૦ યુવાનોને રોજગારી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આંકડાકીય દ્રષ્ટિએ આ આંકડો ૮૬ ટકાની આસપાસનો છે. નિકાસના ક્ષેત્રમાં પણ ગુજરાતે ઉલ્લેખનીય સફળતા હાસલ કરી છે. ૨૦૧૬-૧૭માં કુલ મૂડીરોકાણ મામલે ૨૨.૭ ટકા રોકાણ સાથે ગુજરાત પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત પણ ભાજપના નેતાઓનો દાવો છે કે, ડિજીટલ ક્ષેત્રે સરકારે નોંધપાત્ર સફળતા મેળવી છે. વિજ બચતમાં અને ગુજરાતને ખુલ્લામાં શૌચમુક્ત બનાવવામાં ઉલ્લેખનીય સફળતા મળી છે. તેમણે કહ્યું હતું કે, જાહેર વિતરણ વ્યવસ્થા અથવા તો સસ્તા અનાજની દુકાનોને કેશલેસ કરવાની દિશામાં સરકાર આગળ વધી છે. ગેસગ્રીલ નિર્માણ કરવાના મામલામાં પણ ઉલ્લેખનીય સફળતા મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી બાજુ કોંગ્રેસના નેતાઓનો આક્ષેપ છે કે, ભ્રષ્ટાચાર આચરવામાં ગુજરાત હવે સૌથી ઉપર છે અને ગુજરાતના લોકો ભાજપ શાસનથી પરેશાન થયેલા છે. કોંગ્રેસના વરિષ્ઠ સભ્યો તરફથી કરાયેલા આક્ષેપોને ફગાવતા જગદીશ ભાવસારે જણાવ્યું છે કે, ગુજરાત ૩૧ લાખ ગેસ કનેક્શન પૈકી ૧૪.૫ લાખ ગેસ કનેક્શન એકલા ગુજરાતમાં આપવામાં આવ્યા છે. સાતમાં પગાર પંચને લાગૂ કરવામાં પણ ગુજરાત સૌથી આગળ રહ્યું છે. ભાજપના નેતાઓનો દાવો છે કે, ગુજરાતમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા હોવાના કારણે અવિરત વિકાસ થયો છે.

Related posts

ભાવનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં મહારક્તદાન કેમ્પ યોજાયો

editor

અમદાવાદમાં સ્વાઈનફલૂના નવા ૪૩ કેસ : વધુ એક મોત

aapnugujarat

ગણેશ મહોત્સવનો આરંભ : રૂપાણીએ વડોદરામાં બડા ગણેશના દર્શન કર્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1