Aapnu Gujarat
તાજા સમાચારમનોરંજન

પદ્માવતીને લઇ દરમિયાનગીરી કરવા કેન્દ્ર સરકારનો ઇન્કાર

સંજય લીલા ભણશાલીની પદ્માવતી ફિલ્મને લઇને વિવાદ સતત વધી રહ્યો છે. સતત વધતા વિવાદ વચ્ચે હવે કેન્દ્ર સરકારે આ મામલામાં હાલ દરમિયાનગીરી કરવાનો ઇન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે, કાયદો અને વ્યવસ્થાનો મામલો રાજ્યોનો છે.  એકંદરે પરોક્ષરીતે સરકારનું કહેવું છે કે, જ્યાં સ્થિતિ સામાન્ય છે ત્યાં સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ફિલ્મને રજૂ કરી શકાય છે. બીજી બાજુ મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે, રાજ્યભરમાં આ ફિલ્મને રજૂ કરનાર થિયેટરોને મજબૂત સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે આજે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થા રાજ્યોનો વિષય છે અને રાજ્યોએ આને પોતાનીરીતે હાથ ધરવાની જરૂર છે. કેન્દ્ર સરકારનું વલણ સપાટી ઉપર આવ્યા બાદ જુદા જુદા રાજ્યો તરફથી પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી રહી છે. કેન્દ્રિય ગૃહમંત્રાલયનું કહેવું છે કે, સ્થિતિ ઉપર અમારી નજર છે. કોઇપણ પ્રકારની હિંસા અથવા તો અવ્યવસ્થાને ચલાવી લેવામાં આવશે નહીં.
કેન્દ્રીય ગૃહમંત્રાલયનું કહેવું છે કે, ઉત્તર પ્રદેશ સરકારના પત્રને ધ્યાનમાં લઇને પદ્માવતીને લઇને થઇ રહેલા કોની નજર છે. પરંતુ હાલમાં દરમિયાનગીરી કરવામાં આવશે નહીં. જુદા જુદા સમુદાયના લોકો વિવિધ રાજ્યમાં હોબાળો મચાવી રહ્યા છે.  મહારાષ્ટ્ર સરકારે સાફ શબ્દોમાં કહ્યું છે કે, પહેલી ડિસેમ્બરના દિવસે આ ફિલ્મ રજૂ થયા બાદ પુરતી સુરક્ષા આપવામાં આવશે. બીજી બાજુ ઉત્તર પ્રદેશ સરકારે કાયદો અને વ્યવસ્થાની સમસ્યાને ટાળવા ફિલ્મની રજૂઆતને રોકવા માહિતી અને પ્રસારણ મંત્રાલયને કહ્યું છે. મંત્રાલયને લખવામાં આવેલા પત્રમાં ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ (ગૃહ) અરવિંદ કુમારે કહ્યું છે કે, અમે સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છે. આ ફિલ્મમાં ઇતિહાસ સાથે ચેડા કરવામાં આવ્યા છે. બનાવટી અને કાલ્પનિક પટકથા રચવામાં આવી છે જેથી દેશમાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યું છે. વિરોધ પ્રદર્શનનો દોર હાલ જારી રહે તેવી શક્યતા છે. વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીયમંત્રી ઉમા ભારતીએ મોટુ નિવેદન કર્યું છે.
ઉમા ભારતીએ કહ્યું છે કે, સમગ્ર વિવાદ માટે ફિલ્મના નિર્દેશક અને પટકથાના લેખકને જવાબદાર ઠેરવી શકાય છે. તેમણે કહ્યું છ ેકે, ફિલ્મના નિર્દેશક અને તેમના સાથી તરીકે તેમના સ્ક્રીપ્ટ રાઇટર વિવાદ માટે અથવા તો પટકથા માટે જવાબદાર છે. આવા લોકોને લોકોની ભાવના અને ઐતિહાસિક તથ્યોને ધ્યાનમાં લેવા જોઇએ. સેન્સર બોર્ડને પણ કેટલીક સલાહ આપી છે.
જો કે, ઉમા ભારતી દિપીકાનો બચાવ કર્યો છે. સેન્સર બોર્ડ એક સ્વતંત્ર સંસ્થા છે. તે તમામની ભાવનાઓને લઇને ફિલ્મને મંજુરી આપે તેમ પણ કહ્યું છે. તેમણે કહ્યું છે કે, ફિલ્મના કલાકારોના સંદર્ભમાં વાત કરવી યોગ્ય નથી. તેમની ટિકા કરી શકાય નહીં. જ્યારે અમે પદ્માવતીની વાત કરીએ છીએ ત્યારે તમામ મહિલાઓના સન્માનને ધ્યાનમાં લેવાની જરૂર છે.

Related posts

હવે તાપ્સીના બિકીની પિક્સે ચાહકમાં ભારે ચર્ચા જગાવી

aapnugujarat

જમ્મુ કાશ્મીર : યાસિન મલિકની અટકાયત, મીરવાઇઝ નજરકેદમાં

aapnugujarat

દાંતેવાડામાં નક્સલી હુમલો, ૭ જવાન શહીદ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1