Aapnu Gujarat
બિઝનેસ

શેમ્પુ, ચોકલેટ સહિત અનેક ચીજવસ્તુઓની કિંમત ઘટશે

જીએસટી કાઉન્સિલની બેઠકમાં ટેક્સ રેટમાં ઘટાડો કરવામાં આવ્યા બાદ સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને મોટી રાહત મળનાર છે. મોટા ાગની એફએમસીજીની કંપનઓ તેમની પ્રોડક્સની કિંમતો હવે ઘટાડનાર છે. સામાન્ય લોકોના જીવનમાં દરરોજ ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓની કિંમતમાં આગામી સપ્તાહથી ઘટાડો થવાની શરૂઆત થશે. આ ઘટાડો પાંચ ટકાથી ૧૫ ટકાની આસપાસ રહી શકે છે. શુક્રવારના દિવસે અથવા તો ૧૦મી નવેમ્બરના દિવસે જીએસટી કાઉન્સિલની બેઠકમાં ૨૮ ટકાના ટેક્સ સ્લેબમાંથી કેટલીક વસ્તુઓને ૧૮ ટકાના ટેક્સ સ્લેબમાં લેવામાં આવ્યા બાદ હવે અનેક ચીજોની કિંમતમાં ઘટાડો થઇ રહ્યો છે. મળેલી માહિતી મુજબ શેમ્પુ, ચોકલેટ, ન્યુટ્રીશન ડ્રિન્કસ અને દુધની કેટલીક વસ્તુઓની કિંમતમાં પાંચથી ૧૫ ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. નેસ્લે અને પતાજંલિ જેવી મોટી કંપનીઓ પણ તેમની કેટલીક કેટેગરીની ચીજવસ્તુઓમાં નોંધપાત્ર ઘટાડો કરી શકે છે. અમુલ દ્વારા પણ કેટલક ચીજોની કિંમતમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ઘડી ડિટરજન્ટની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવી શકે છે.
આ ઉપરાંત બાળકો માટે ઉપયોગી ગણાતા હોર્લિક્સ અને બુસ્ટની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવી શકે છે. ડવ સાબુ અને રિન ડિટરજન્ટ પણ તેની સ્કીન ક્રીમમાં ઘટાડો કરી શકે છે. જીએસટી દ્વારા હાલમાં શ્રેણીબદ્ધ ચીજોની કિંમતમાં નોધપાત્ર ઘટાડો કર્યો હતો. ઉંચા ટેક્સના સ્લેબમાંથી અનેક ચીજોને દુર કરવામાં આવી હતી. ૨૮ ટકના ટેક્સ સ્લેબમાંથ આ ચીજોને કાઢીને ૧૮ ટકામાં મુકી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

Related posts

सोना-चांदी एक सप्ताह से ज्यादा के उच्चतम स्तर पर

aapnugujarat

દેશમાં ઈન્ટરનેટ ગ્રાહકોની સંખ્યા ૫૬ કરોડને પાર : ટ્રાઈ

aapnugujarat

કોલસા કૌભાંડ : નવીન જિંદાલ સહિત ૧૪ આરોપીના જામીન મંજૂર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1