Aapnu Gujarat
ગુજરાત

રવિવારે ગાંધીનગરમાં સમસ્ત રાજપૂત સમાજ પદ્માવતી સામે એકત્ર થશે

બૉલીવુડના ગુજરાતી ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ ‘પદ્માવતી’ રિલીઝ થાય એ પહેલાં જ આ ફિલ્મ સામે વિરોધ ઊઠ્યો છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં અગામી ૧૨ નવેમ્બરે રવિવારે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા આ ફિલ્મના વિરોધમાં ક્ષત્રિય રાજપૂત સ્વાભિમાન સંમેલન યોજવામાં આવી રહ્યું છે અને સંજય લીલા ભણસાલીને ચીમકી ઉચ્ચારી છે કે આ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ, નહીં તો ઉગ્ર વિરોધ થશે.શ્રી રાજપૂત કરણી સેનાના સંસ્થાપક લોકેન્દ્રસિંહ કાલવીએ ગઈ કાલે અમદાવાદમાં પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે ‘
રાજપૂતોના ઇતિહાસને કોઈ પણ ફિલ્મકાર મનોરંજનના નામ પર વિકૃત રીતે રજૂઆત ન કરી શકે. રણવીર સિંહનું સ્ટેટમેન્ટ હતું કે હું વિલનનો રોલ એટલા માટે કરું છું કે દીપિકા સાથે ઇન્ટિમેટ સીન છે. એ પસર્નલ લાઇફમાં બરાબર હશે, પણ અહીં માત્ર રાજપૂત સમાજ નહીં સમગ્ર સ્ત્રીજાતિનું અપમાન છે. અમે સેન્સર બોર્ડમાં આ ફિલ્મ સામે વાંધો ઉઠાવ્યો છે અને આ ફિલ્મ રિલીઝ ન કરવા રજૂઆત કરી છે. અમારી સંસ્થાના સભ્યો સંજય લીલા ભણસાલીને પણ મળ્યા હતા. અમારી એક જ વાત છે કે આ ફિલ્મ બંધ થવી જોઈએ. આ ફિલ્મના વિરોધમાં ગાંધીનગરમાં ૧૨ નવેમ્બરે બપોરે ૧૨ વાગ્યે રાજપૂતોની ૩૭ સંસ્થાઓ એક સ્ટેજ પર આવશે અને ભણસાલીને અવાજની ગુંજ સંભળાવશે અને મુંબઈમાં બેઠેલાઓના ૧૨ વગાડીશું.’

Related posts

आणंद जिले के 6 गांवों में 29 सितंबर तक स्वैच्छिक तालाबंदी का ऐलान

editor

નંદાસણમાં ગંદકીનું સામ્રાજ્ય

editor

શહેરો સર કરવા કોંગ્રેસ પાંચ મહાનગરના પ્રમુખ બદલશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1