Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ક્રૂઝ મિસાઇલ નિર્ભયનું પાંચમું પરીક્ષણ સફળ

ભારતે સ્વદેશી સબસૉનિક ક્રૂઝ મિસાઇલ ‘નિર્ભય’નું ઓરિસ્સા કિનારે સ્થિત ચાંદીપુરમાંથી ટેસ્ટ રેંજમાં સફળ પરીક્ષણ કર્યું હતું.
રક્ષા અનુસંધાન અર્થાત્‌ વિકાસ સંગઠન દ્વારા વિકસિત આ મિસાઇલનું પાંચમું પરીક્ષણ હતું. આ પહેલાંનાં ચાર પરીક્ષણ સફળ ન હોતા થયાં.નિર્ભય મિસાઇલ ૩૦૦ કિ.ગ્રા. પરમાણુ યુદ્ધસરંજામ લઇ જવામાં સક્ષમ છે અને ૧૦૦૦ કિ.મીનાં વિસ્તારમાં સ્થિત રહેઠાણને ટાર્ગેટ કરી શકે છે.
રક્ષા સૂત્રોનાં જણાવ્યા અનુસાર, નિર્ભય દરેક ઋતુમાં કામ કરી શકવાની ક્ષમતા ધરાવનાર ક્રૂઝ મિસાઇલ છે અને ટેક ઑફ માટે ઠોસ રૉકેટ બૂસ્ટરથી સંચાલિત કરવામાં આવે છે. આ બૂસ્ટરને લીધે આકાશમાં અર્ધવચ્ચે જ રહી શકવાની તેનામાં ક્ષમતા છે. જેથી હવામાં તે અનેક પ્રકારનાં કરતબો પણ દેખાડી શકે છે.
રક્ષા વૈજ્ઞાનિકોને એવી ઉમ્મીદ છે કે આ મિસાઇલ બ્રહ્મોસની ઉણપને પૂર્ણ કરે છે. કેમ કે એની મારણ સીમાની મર્યાદા ૨૯૦ કિ.મીની છે, જો કે ૧૦૦૦ કિ.મી સુધી વાર કરી શકે છે.
વૈજ્ઞાનિકોને આ મિસાઇલનાં પરીક્ષણમાં પાંચમી વખત સફળતા મળી છે.

Related posts

बिहार विधानसभा चुनाव : पीएम मोदी 12 रैलियों को करेंगे संबोधित

editor

Two Soldiers martyred during cordon and search operation in Nowshera

aapnugujarat

अब भारत में बनाएंगे सुपर हॉर्नेट फाइटर प्लेन

aapnugujarat

Leave a Comment

UA-96247877-1