Aapnu Gujarat
ગુજરાત

૧૧ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે સાતની ધરપકડ

રાજય વિધાનસભાની સામાન્ય ચૂંટણી અગાઉ લોકલ ક્રાઈમ બ્રાંચ અને અડાલજ પોલીસ દ્વારા મહુડી-ગાંધીનગર હાઈવે પરથી એક ટ્રકમાંથી રૂપિયા ૧૧ લાખના વિદેશીદારૂની બોટલો ઉપરાંત ટ્રકમાંથી રૂપિયા ૧૫ લાખની કિંમતનુ કોસ્મેટીક પણ જપ્ત કરી સાત લોકોની ધરપકડ કરી નશાબંધી ધારાની જોગવાઈ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે.આ અંગે મળતી માહિતી અનુસાર,લોકલ ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ દ્વારા સોમવારે રાત્રીના સુમારે મહુડી-ગાંધીનગર હાઈવે પર વાહન ચેકીંગ હાથ ધરતા એ સમયે એક ટ્રકને રોકીને તપાસ કરવામા આવતા તેમાં રાખવામા આવેલી ૧૬૦૦૦ વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત રૂપિયા ૧૧ લાખની થાય છે તે મળી આવી હતી.આ સાથે જ કોઈને શંકા ન જાય તે માટે દારૂનો જથ્થો કોસ્મેટીક મટિરીયલની નીચે સંતાડવામા આવ્યો હતો.જેની કિંમત રૂપિયા ૧૫ લાખ થાય છે આ જથ્થાને પણ જપ્ત કરવામા આવ્યો હતો. આ અંગે પોલીસે ડ્રાઈવર અને કલીનરની ધરપકડ કરીને પૂછપરછ કરતા એવી વિગતો ખુલવા પામી હતી કે,આ દારૂનો જથ્થો પંજાબના ભટીંડાથી ગુજરાત લાવવામા આવ્યો હતો અને તે અમદાવાદ પહોંચાડવાનો હતો.બીજી તરફ આ દરમિયાન હાઈવે પરથી એક કાર પુરઝડપે નીકળી હતી જેથી શંકા જતા પોલીસે કાર ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો પરંતુ ડ્રાઈવરે કાર ભગાવતા પોલીસે પીછો કરીને કાર રોકતા તેમાંથી ૨૦ બોકસ વિદેશીદારૂ મળી આવ્યો હતો.આ અંગે ત્રણ લોકોની ધરપકડ કરવામા આવી છે.પ્રાથમિક તપાસમા આ જથ્થો રાજસ્થાનથી લાવવામા આવ્યો હોવાની માહિતી ખુલવા પામી હતી.ઉવારસદ ગામમા સુરેશ ઠાકોર અને મહંમદ શેખની ધરપકડ કરી તેમને ત્યાંથી ૧૫ લાખની કિંમતનો વિદેશીદારૂ જપ્ત કરવામા આવ્યો છે.પોલીસ દ્વારા આ ઝુંબેશ ચૂંટણી સુધી ચાલુ રહેશે એમ જિલ્લાના ડીએસપી વિરેન્દ્ર યાદવે કહ્યુ છે.

Related posts

વાડજમાં બેફામ ડ્રાઈવિંગ કરતાં યુવકે બાળકીનો ભોગ લીધો

aapnugujarat

હાર્દિકનું હળવું વલણ : કોંગીને ૬ઠ્ઠી સુધીનું આપેલું અલ્ટિમેટમ

aapnugujarat

ભારજ નદીમાં ચાલતી ગેરકાયદેસ રેતી ખનનની પ્રવૃત્તિઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1