Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

જીએસટી ગ્રેટ સેલ્ફિશ ટેક્સ તરીકે છે : મમતા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નરેન્દ્ર મોદી સરકારની ટિકા કરતા જીએસટીને ગ્રેટ સેલ્ફિશ ટેક્સ તરીકે ગણાવીને તેની ટિકા કરી હતી. સાથે સાથે નોટબંધીને લઇને પણ પ્રહારો કર્યા હતા. મમતા બેનરજીએ કહ્યું હતું કે, નોટબંધી એક મોટી આફત તરીકે હતી. સોશિયલ મિડિયાના લોકોને ૮મી નવેમ્બરના દિવસે નોટબંધીની સામે પોતાની પ્રોફાઇલ પિક્ચરને બદલીને વિરોધ કરવા અપીલ કરી છે. ટિ્‌વટર ઉપર મમતા બેનરજીએ કહ્યું છે કે, લોકોને મુશ્કેલીમાં મુકી દેનાર ગ્રેટ સેલ્ફિશ ટેક્સના કારણે મોટી સંખ્યામાં લોકોને નોકરી જતી રહી છે. કારોબારને નુકસાન થયું છે. અર્થવ્યવસ્થાને ભારે ફટકો પડ્યો છે. ભારત સરકાર જીએસટીને પહોંચી વળવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઇ છે. મમતા બેનર્જીની સાથે સાથે કોંગ્રેસ પાર્ટી પણ આઠમી નવેમ્બરના દિવસે નોટબંધીને એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે દેશભરમાં જુદા જુદા કાર્યક્રમો યોજવાનો નિર્ણય કરી ચુકી છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના લોકો કેટલાક કાર્યક્રમો પણ કરનાર છે. કોંગ્રેસના નાયબ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતે નોટબંધી અને જીએસટીને લઇને હાલમાં મોદી સરકાર ઉપર તેજાબી પ્રહારો કરી રહ્યા છે. સાથે સાથે સરકારની સમસ્યા વધારી રહ્યા છે. કારણ કે, વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે.

Related posts

ઓલા-ઉબેરની પેટર્ન પર સરકાર એપ બેઝ્‌ડ ટેકસી સેવા શરૂ કરશે : ગડકરી

aapnugujarat

संजय राउत का फडणवीस पर हमला, कहा – पहले पाक के कब्जे में कश्मीर है वो लाइए

editor

અરૂંધતી પર ટ્‌વીટ કરીને ફસાયા પરેશ રાવલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1