Aapnu Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણી બન્યાં એશિયાના સૌથી અમીર વ્યકિત

વર્લ્ડ બેંકના લેટેસ્ટ ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ રેન્કિંગમાં ભારે સુધારાના ખુશખબર બાદ ભારતને વધુ એક ઉપલબ્ધ મળી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી બુધવારે ચીનમાં હુઈ કા યાનને પાછલ છોડીને એશિયાના સૌથી અમીર વ્યકિત બની ગયા છે. તેની કુલ સંપત્તિ ૪૨.૧ અબજ ડોલર આંકવામાં આવી છે. ફોર્બ્સ રિયલ ટાઈમ બિલયોનર્સ લિસ્ટ અનુસાર અંબાણીની વ્યકિતગત સંપત્તિ બુધવારે ૪૬.૬ લાખ ડોલર આંકવામાં આવી હતી. આ વધારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં આવેલ ૧.૨૨ ટકાના ઉછાળાને કારણે થયો છે. બુધવારે રિલાયન્સનો શેર વધીને ૯૫૨.૩ રૂપિયા થઈ ગયો.બીજી બાજુ ચીનના એવરગ્રેન્ડે ગ્રુપના ચેરમેન હુઈ કા યાનની સંપત્તિ ૧.૨૮ બિલિયન ડોલર ઘટીને ૪૦.૬ અબજ ડોલર થઈ ગઈ. અત્યારે દુનિયાના ધનિકોની યાદીમાં અંબાણી ૧૪માં સ્થાને છે. આ સંપત્તિ બિઝનેસમેનના સ્ટોક હોલ્ડિંગ અને રિયલ ટાઈમ એસેટ્‌સના આધારે તૈયાર કરવામાં આવી છે. ૨૦૧૭માં મુકેશ અંબાણીની સંપત્તિમાં મોટો ઉછાળો થયો છે. ઈયર-ટૂ-ડેટમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર્સમાં ૭૫ ટકાનો વધારો થયો છે.ગત મહિને જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે સપ્ટેમ્બર કવાર્ટરમાં મોટો નફો નોંધાવ્યો હતો. કંપનીના રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલના રેવેન્યૂમાં મોટો વધારો થવાને લીધે તેમને આ લાભ થયો હતો. કંપનીના કન્સોલિડેટેડ પ્રોફિટમાં ૧૨.૪૮ ટકાનો વધારો થયો છે. કંપનીને ૩૦ સપ્ટેમ્બરે પૂરા થયેલા કવાર્ટરમાં ૮૧૦૯ કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. ગત વર્ષે આ જ કવાર્ટરમાં કંપનીની આવક ૭૨૦૯ કરોડ રૂપિયા હતી. ઉલ્લેખયનીય છે કે, બુધવારે જ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૬ લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપિટલાઈઝેનવાળી ભારતની પ્રથમ કંપની બની ગઈ છે.

Related posts

ભારતીયો માટે ટૂંકમાં જ રોજગારીનો વરસાદ થશે

aapnugujarat

भारत में ईंधन की मांग सामान्य स्तर तक पहुंचने में 6-9 महीने लग सकते हैं : IOC

editor

राष्ट्रीय व्यापार नीति देश में व्यापार और वाणिज्य को मजबूत करेगी : कैट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1