Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

ગોવા મહિલાઓની સુરક્ષા માટે સૌથી બેસ્ટ : રિપોર્ટ

ભારતમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત અને શ્રેષ્ઠ રાજ્ય કયાં છે તે અંગે પ્રશ્ન કરવામાં આવે તો હવે તેનો જવાબ ગોવા છે. જીવીઆઇના હજુ સુધીના સૌથી પહેલા તારણમાં કહેવામાં આવ્યુ છે કે ગોવા દેશમાં મહિલાઓ માટે સૌથી સુરક્ષિત રાજ્ય છે.તે મહિલાઓ માટે બેસ્ટ છે. આ યાદીમાં કેરળ બીજા સ્થાને છે. જ્યારે મિઝોરમ ત્રીજા સ્થાને છે. ગોવા ૦.૬૬ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને અને કેરળ ૦.૬૩ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. આવી જ રીતે મહિલાઓ માટે સૌથી જોખમી અને ખરાબ ગણતા રાજ્યોની વાત કરવામાં આવે તો આ યાદીમાં બિહાર પ્રથમ સ્થાને છે. બિહાર ઉપરાંત ઝારખંડ, ઉત્તરપ્રદેશ પણ યાદીમાં સામેલ છે. જો કે તમામ માટે આશ્ચર્યજનક બાબત એ છે કે દિલ્હી મહિલાઓ માટે સૌથી ખરાબ નથી. હાલના વર્ષમાં દિલ્હીમાં મહિલાઓ સામે સૌથી વધારે બનાવો બનતા રહ્યા છે. દિલ્હીને કેટલાક નિષ્ણાંતો રેપ કેપિટલ તરીકે પણ ગણે છે. જો કે યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ચાર પરિબળોને ધ્યાનમાં લઇને સર્વેના તારણ જારી કરવામાં આવ્યા છે. જેમાં પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય, ગરીબી અને સુરક્ષા જેવા પાસાનો સમાવેશ થાય છે. પ્લાન ઇન્ડિયા દ્વારા આ હેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બુધવારના દિવસે અહેવાલ જારી કરવામાં આવ્યો હતો. ઇન્ડેક્સમમાં ગોવાને પ્રથમ સ્થાન પર મુકી દેવામાં આવ્યુ છે. ૦.૬૫૬ પોઇન્ટ સાથે તે પ્રથમ સ્થાન પર છે. ૦.૫૩૧૪ના રાષ્ટ્રીય સરેરાશ કરતા તે વધારે છે. ગોવા મહિલા સુરક્ષાના મામલે પણ દેશમાં પ્રથમ સ્થાન પર છે. શિક્ષણના મામલે તે પાંચમા સ્થાને અને આરોગ્ના મામલે છઠ્ઠા સ્થાને છે. ગોવાની પ્રતિષ્ઠામાં આના કારણે વધારો થયો છે. ગોવા દેશના પ્રવાસી સ્થળ તરીકે ગણવામાં આવે છતે. ખુબસુરત બીચ અને શાનદાર હોટેલના કારણે તેની લોકપ્રિયતા રહેલી છે. આવી જ રીતે સૌથી ખરાબ ગણાતા રાજ્યોમાં બિહાર, ઉત્તરપ્રદેશ અને દિલ્હી છે. મહિલાઓની સુરક્ષાના મામલે અહીં નિરાશાજનક સ્થિતી રહેલી છે. અભ્યાસના તારણ જારી કરવામાં આવ્યા બાદ હજુ સુધી કોઇ પણ રાજ્ય તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જો કે આને લઇને પણ કેટલાક રાજકીય પક્ષો તેમની પ્રતિક્રિયા આપે તેવા સંકેત છે. સૌથી સુરક્ષિત અને સૌથી ખરાબ રાજ્યોની યાદી નક્કી કરતી વેળા કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવી છે. જે અનેક પરિબળો પર આધારિત છે.

Related posts

Will not compromise over 50-50 formula with BJP : ShivSena

aapnugujarat

રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ ‘તેજસ’ને લીલીઝંડી આપી

aapnugujarat

80 करोड़ लोगों को नवंबर तक मुफ्त में अनाज दिया जाएगा

editor

Leave a Comment

UA-96247877-1