Aapnu Gujarat
રમતગમત

ગત મેચનું વિશ્લેષણ કરીને ખુદમાં કર્યો સુધારોઃ રોહિત

ન્યૂઝીલેન્ડ સામે રવિવારે કાનપુરમાં રમાયેલી અંતિમ વન ડે મેચમાં ૧૪૭ રનની ઇનિંગ્સ રમનાર ભારતીય ટીમના ઓપનર બેટસમેન રોહિત શર્માએ કહ્યું કે, તમે જેટલી તમારી ભૂલને સુધારો છો તેટલા જલદી સારા થાવ છો. ઉલ્લેખનીય છે કે, આ મેચમાં મેન ઓફ ધ મેચ બનેલા રોહિત શર્માની સદીની મદદથી ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી સિરીઝ જીતી હતી.રોહિત શર્માએ કહ્યુંકે, હું ગત મેચનું વિશ્લેષણ જોઇ રહ્યો હતો. જ્યાં મારું માથુ યોગ્ય જગ્યાએ આવી રહ્યું ન હતું. મેં આના પર કામ કર્યું એટલે તેનાથી મને મદદ મળી. મારું માથુ નીચે જઇ રહ્યું હતું અને બોલની લાઇનમાં આવી રહ્યું ન હતું. તમે જેટલી તમારી ભૂલથી શીખો છો તેટલા સારા હોવ છો.ટીમ જ્યારે જીતે છે ત્યારે તેમાં તમે સહયોગ કરો છો તો સારું લાગે છે.
અમે સિરીઝમાં જે પ્રકારે રમ્યા તેનાથી ખુશ છું. ન્યૂઝીલેન્ડે સારો પડકાર ઝીલ્યો. તેમની સામે જીત હાંસલ કરવી આસાન ન હતી. રોહિતે એમ પણ કહ્યું કે, કાનપુરમાં રમવું મને પસંદ છે. અંગત રીતે મારી આ શહેર સાથે સારી યાદો જોડાયેલી છે.

Related posts

ધોની જુનિયર અને સિનિયર વચ્ચેનું અંતર કેવી રીતે દૂર કરવું તે જાણે છે : બાલાજી

editor

પાર્થિવની જીસીએ દ્વારા ઑનરરી ક્રિકેટ કન્સલ્ટન્ટ તરીકે નિયુક્તિ કરાઈ

editor

ટેસ્ટ ક્રિકેટ આકર્ષક બનાવવી જોઈએ, વન-ડે નિરસ થઈ રહી છે : સચિન તેંડુલકર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1