Aapnu Gujarat
મનોરંજન

વિરાટ-અનુષ્કાની સાથે ફિલ્મ બનાવી શકે કરણ જોહર, ટિ્‌વટર પર કર્યા વખાણ

બોલિવુડની એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલીની તાજેતરમાં રિલીઝ કરવામાં આવેલી એડને ઓડિયન્સ ખૂબ જ પસંદ કરી રહી છે.
રિયલ લાઇફમાં ડેટિંગ કરી રહેલા વિરાટ-અનુષ્કાએ એડમાં એકબીજાને લગ્નને મંડપ પર વચન આપતા જોવા મળી રહ્યા છે. વિરાટ-અનુષ્કાની આ એડને ખૂબ જ પસંદ કરવામાં આવી ગઇ છે, બોલિવુડના ફિલ્મમેકર કરણ જોહર પણ આ એડના વખાણ કરવા માટે પોતાને રોકી શક્યા ન હતા.એડ જોઇને કરણે એટલો ઇમ્પ્રેસ થઇ ગયો કે, તેણે વિરાટના વખાણ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ ટ્‌વીટર પર કર્યા.
ટ્‌વીટ કરતા કરણ લખ્યુ કે, અભિષેક વર્મને બ્યૂટિફૂલ એડ ડિરેક્ટ કરી છે અને વિરાટ એક શાનદાર એક્ટર છે.જોકે, કરણ જોહરે અત્યાર સુધીમાં બોલિવુડની ઇન્ડસ્ટ્રીમાં ઘણા ન્યૂકમર્સને લોન્ચ કર્યા છે. જોકે આલિયા ભટ્ટ, સિદ્ઘાર્થ મલ્હોત્રા, વરૂણ ધવન જેવા ન્યૂકમર્સના ટેલેન્ટને જોતા લાગે છે, કરણે તેમને ઇન્ડસ્ટ્રીમાં સ્થાપિત કરવા માટે ઘણું યોગદાન આપ્યુ છે. ટેલેન્ટ ઓળખવામાં કરણ જોહર જરાય મોડું કરતો નથી. એવાં તેમણે ક્રિકેટના આ ધુરંધર વિરાટ કોહલીને એક શાનદાર એક્ટર ગણાવી દીધો છે. હવે જોવાનું રહ્યુ કે શું કરણ જોહર માત્ર વિરાટ કોહલીને આગળ આમ જ વખાણ કરશે કે પછી ભવિષ્યમાં તેણે કોઇ ફિલ્મ ઑફર કરે છે.

Related posts

ગુલ પનાગને નંબર ગેમમાં વિશ્વાસ નથી

aapnugujarat

છ વર્ષની વયે જાતીય સતામણીનો ભોગ બન્યાનો કંગનાએ કર્યો ખુલાસો

aapnugujarat

કહાની ઘર ઘર કી : મારાં પુત્રો મારું માનતાં નથી : માધુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1