Aapnu Gujarat
ગુજરાત

સ્માર્ટસીટી મિશન અંતર્ગત ઉદાસીનતા : સીસીટીવીને કાર્યરત કરવાની કામગીરી ઝડપી બની નથી

અમદાવાદ શહેરને કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટસીટી જાહેર કરવામા આવ્યા બાદ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ઝડપથી પુરી કરાવવામા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર નિષ્ફળ જતા અમદાવાદ શહેરમાં રોજબરોજ નાના-મોટા અકસ્માતોની સંખ્યામા ચિંતાજનક વધારો થવા પામ્યો છે.આ અંગેની વિગત એવી છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કેન્દ્ર સરકારે અમદાવાદ શહેરને સ્માર્ટસીટી જાહેર કર્યા બાદ કાર્યરત કરવામા આવેલી સ્માર્ટસીટી કંપનીની ગત ૯ જુનના રોજ એક મહત્વની બેઠક યોજવામા આવી હતી.આ બેઠકમાં અમદાવાદ શહેરના ૧૩૦ જેટલા મોટા ટ્રાફિક જંકશનો પર ટ્રાફિકના નિયંત્રણ માટે ઓટોમેટીક નંબર પ્લેટ રેકગ્નાઈઝેશનના ૨૧૪૨ કેમેરા તથા રેડ લાઈટ વાયોલેશન ડીટેકશનના ૫૨૦ કેમેરા જેવી અતિઆધુનિક સિસ્ટમ લાગવવાની જાહેરાત કરવામા આવી હતી.સત્તાવાળાઓ દ્વારા એ સમયે એવો પણ વિશ્વાસ વ્યકત કરવામા આવ્યો હતો કે,આ કેમેરા કાર્યરત થવાથી ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા લોકો પર અંકુશ મેળવીને ટ્રાફિકની સમસ્યાઓનું નિવારણ કરી શકાશે અને માર્ગ સલામતીમા વધારો થશે.પરંતુ આશ્ચર્યજનક રીતે આ બેઠકને યોજાયાને ચાર માસ જેટલો સમય પસાર થઈ ગયા પછી પણ અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમા આ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ખુબ જ મંથરગતિથી આગળ વધારવામા આવી રહી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદ શહેરની અતિસંવેદનશીલ ૯૦ જેટલી જગ્યાઓ ઉપર ૩૦૦ થી વધુ સીસીટીવી કેમેરા લગાવવાની અને અમદાવાદ શહેરમા કુલ મળીને ૬૨૦૦થી વધુ સીસીટીવી કેમેરા લગાડવાની પણ જાહેરાત કરવામા આવી હતી.પરંતુ આ તમામ કરવામા આવેલી જાહેરાતોની સામે હાલની પરિસ્થિતિમા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્ર તરફથી જે પ્રમાણે કામગીરી કરવામા આવી રહી છે તે જોતા આવનારા એક વર્ષથી પણ વધુના સમય સુધી આ કેમેરા સંપૂર્ણ પણે કાર્યરત નહી થઈ શકે એમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.બીજી તરફ અમદાવાદ શહેરમા ખાસ કરીને જે વિસ્તારોમાંથી બીઆરટીએસ બસ પસાર થાય છે તેવા વિસ્તારોમા સીસીટીવી કેમેરા લાગેલા ન હોઈ ખાનગી વાહન ચાલકો તેમના વાહનો બેફામ ગતિથી બીઆરટીએસના ટ્રેકમાંથી પસાર કરી દેતા હોવાના કારણે અમદાવાદ શહેરમા નાના-મોટા અકસ્માતોનુ પ્રમાણ વધવા પામ્યુ છે.

Related posts

પોલ ખોલ યૂ-ટ્યૂબ ચેનલના તંત્રી આશિષ કંજારિયાની ધરપકડ થઈ

aapnugujarat

બાબા સાહેબ આંબેડકરની ૧૩૧મી જન્મ જયંતિ નિમિત્તે ૧૩૧ કિલોગ્રામની કેક કાપવામાં આવશે

aapnugujarat

ઇડરના વસાઈ અને ઝુમસરની સીમમાં દીપડો દેખાયો

editor

Leave a Comment

UA-96247877-1