Aapnu Gujarat
રમતગમત

ફિક્સિંગમાં સપડાઈ પુણેની પિચ, ક્યૂરેટર પાંડુરંગ સલગાંવકર સસ્પેન્ડ

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પુણેમાં થનારી બીજી વનડે પર સંકટના વાદળો મંડરાયા છે. એક મોટો ખુલાસો થયો છે. પિચ ક્યૂરેટર પાંડુરંગ સલગાંવકર પિચ અંગે ખુલાસો કરીને વિવાદમાં ફસાઈ ગયા છે.  વાત જાણે એમ છે કે ઈન્ડિયા ટુડેએ પોતાના અહેવાલમાં દાવો કર્યો છે કે ક્યૂરેટર પાંડુરંગ સલગાંવકરે પિચની તૈયારીઓને લઈને ગુપ્ત જાણકારી તેમના કેમેરા સામે બહાર પાડી. આ વચ્ચે પિચ ક્યૂરેટર પાંડુરંગને સસ્પેન્ડ કરી દેવાયા છે. સ્ટિંગ ઓપરેશન વીડિયોમાં પિચ ક્યૂરેટરે જણાવ્યું કે જે પીચ અમે તૈયાર કરી છે તેના ઉપર ૩૩૭ રનો સુધીનો સ્કોર થઈ શકે છે. તેને આરામથી ચેઝ કરી શકાય છે. એટલું જ નહીં પરંતુ સ્ટિંગ કરી રહેલા રિપોર્ટરના કહેવા પર પાંડુરંગે તે પિચ બતાવવા માટે રાજી પણ થઈ ગયાં. અત્રે જણાવવાનું કે બીસીસીઆઈના નિયમો મુજબ મેચ પહેલા પિચ પર કેપ્ટન અને કોચ સિવાય કોઈ જઈ શકે નહીં.
અહેવાલ મુજબ પિચ ક્યૂરેટરે ગણતરીની મિનિટોમાં પિચનો મિજાજ બદલી નાખવાનો દાવો પણ કર્યો અને પિચ પર ખિલ્લાવાળા જૂતા પહેરીને જવાની મંજૂરી પણ આપી. થોડા રૂપિયા માટે તે પિચ બદલવા માટે પણ તૈયાર થઈ ગયો. ઉલ્લેખનીય છે કે પાંડુરંગ પોતે ફાસ્ટ બોલર રહી ચૂક્યો છે. પાંડુરંગ પિચને લઈને આ પહેલીવાર વિવાદમાં નથી ફસાયા. આ અગાઉ પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ મેચ માટે બનાવવામાં આવેલી પિચને લઈને વિવાદ થયો હતો.જ્યારે રિપોર્ટરે રૂપિયાની વાત કરી તો પાંડુરંગે કહ્યું કે પહેલા તેઓ પીચ જોઈ લે, ડીલ થઈ ગઈ છે. રૂપિયા પછીથી શેર કરી શકાય છે. વીડિયોમાં પાંડુરંગે જણાવ્યું કે કેવી રીતે ફક્ત પાંચ મિનિટમાં પિચનો મિજાજ બદલી શકાય છે. તેમનું કહેવું હતું કે પિચ પર જો થોડી માટી કે પાણી નાખવામાં આવે કે પછી પિચ પર જૂતા ઘસવામાં આવે તો પિચ ખરાબ થઈ જશે.

Related posts

: राशिद ने BBLमें ली हैट्रिक

aapnugujarat

भारत में महिला हॉकी के लिए यह स्वर्णिम काल : नवनीत

editor

मार्करम टेस्ट से बाहर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1