Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાશ્મીરના ૧૩ ગામોમાં સર્ચ ઓપરેશન, ઘણાં આતંકીઓ છુપાયા હોવાની શંકા

સાઉથ કાશ્મીરના શોપિયા જિલ્લામાં સિક્યુરિટી ફોર્સ દ્વારા ૧૩ ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી છે. ૪ મેએ સિક્યુરિટી ફોર્સના ૪ હજાર જવાનોઓ શોપિયાં-પુલવામાના ૨૦ ગામોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. છેલ્લા કેટલાક મહિનાઓથી કાશ્મીરમાં ફોર્સ ઓપરેશન ક્લીન ચલાવવામાં આવી રહ્યું છે. આ વર્ષે ૩ ઓક્ટોબર સુધી સેનાએ ૧૫૦ આતંકીઓને ઠાર કર્યા છે.કાશ્મીરમાં આ સમયે અંદાજે ૨૭૫ જેટલા આતંકીઓ એક્ટિવ છે. તેમાંથી ૨૫૦ જેટલા આતંકીઓ પંજાલ રેન્જમાં હોવાની શક્યતા છે. ન્યૂઝ એજન્સીના સૂત્રોથી આ માહિતી મળી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૦૧૭માં ૨૯૧ આતંકીઓએ ભારતમાં ઘુસવાનો પ્રયત્ન કર્યો હતો. તેમાંથી ૮૦ને સફળતા મળી છે. આ વર્ષે ૩ ઓક્ટોબર સુધી સેનાએ ૧૫૦ જેટલા આતંકીઓને ઠાર કર્યા છે.નોંધનીય છે કે, ૪ મેએ શોપિયામાં સર્ચ ઓપરેશન કરીને કેમ્પ પરત ફરી રહેતા જવાનોના કાફલા પર આતંકીઓએ હુમલો કર્યો હતો. તેમાં એક સ્થાનિક નાગરિકનું મોત થયું હતું.૧૭મેના રોજ પણ એક હજાર જવાનો દ્વારા શોપિયામાં આતંકીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું.એપ્રિલ-મેમાં સાઉથ કાશ્મીરમાં આતંકીઓ સાથે જોડાયેલા ૩૦-૩૫ વીડિયો સામે આવ્યા છે. તેમાં આતંકીઓને ટ્રેનિંગ આપતો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં કુલ ૧૬ આતંકીઓ જોવા મળ્યા છે. ૧૫ આતંકીઓ ટ્રેનિંગ લઈ રહ્યા છે અને એક આતંકી રાઈફલ ચલાવતા શીખવાડી રહ્યો છે. આ આંતકી હિજબુલ મુઝાહિદ્દીન અને લશકર-એ-તૈયબા ગ્રૂપના ગણાવવામાં આવ્યા છે. આ વીડિયો સામે આવ્યા પછી સિક્યુરિટી એજન્સીઓને એલર્ટ કરવામાં આવ્યા છે.છેલ્લા કેટલાક દિવસોમાં કાશ્મીરના ૧૦૦ છોકરાઓએ આતંકી ગ્રૂપ જોઈન કર્યું હોવાની પણ માહિતી મળી છે.આતંકીઓને સાઉથ કાશ્મીરના ગામો તરફતી દરેક પ્રકારનો સપોર્ટ મળી રહ્યો છે. તેના કારણે ઘર અને બગીચાઓની તપાસ લેવામાં આવી છે.

Related posts

વિશાળ ડેરા સંકુલમાં બજાર, હોસ્પિટલ તેમજ સ્ટેડિયમ

aapnugujarat

મહિલા અનામત મુદ્દે મોદીને રાહુલે પત્ર લખ્યો

aapnugujarat

गरीबों के लिए १.२ लाख करोड़ की सोशल सिक्योरिटी स्कीम

aapnugujarat

Leave a Comment

UA-96247877-1