Aapnu Gujarat
ગુજરાત

નર્મદા જિલ્લામાં આજથી શરૂ થતી બોર્ડની જાહેર પરીક્ષાઓ દરમિયાન પરીક્ષાકેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ સહિત કેટલાંક કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

નર્મદા જિલ્લામાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની જાહેર પરીક્ષાઓ શાંત અને સૌહાર્દપૂર્ણ રીતે યોજાય અને નિર્ભયતાથી પરીક્ષાનું સરળ સંચાલન થાય તથા ગેરરીતીના પ્રલોભનથી દોરવાયા વિના વિધાર્થીઓ પરીક્ષા આપી શકે તેવા હેતુસર પરીક્ષાના સમયગાળા દરમિયાન તા.૨૫ મી ઓક્ટોબર, ૨૦૧૭ થી તા.૬ ઠ્ઠી, નવેમ્બર, ૨૦૧૭ સુધી સવારના ૧૦=૦૦ થી સાંજના ૭=૦૦ સુધીના સમયગાળા માટે જિલ્લાના નિયત પરીક્ષા કેન્દ્રોની ફરતે ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવતા તમામ મકાનો, જગ્યા-સ્થળ અને વિસ્તારમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આર.એસ. નિનામાએ તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા અનઅધિકૃત વ્યક્તિઓના પ્રવેશ સહિત કેટલાંક કૃત્‍યો કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઇ બિન-અધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવું નહીં. તેમજ કોઇપણ વ્યક્તિએ કોઇપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા/કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી નહીં. પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખન કાર્યમાં અડચણ-વિક્ષેપ-ધ્યાન ભંગ થાય તેવુ કોઇ કૃત્ય કરવુ / કરાવવુ નહીં તેમજ જોરથી લાઉડસ્પીકર વગાડવા નહીં. પરીક્ષા સંબંધી ચોરી ગણાય તેવી કોઇ વસ્તુ, મોબાઇલ વગેરે જેવી ઇલેક્ટ્રોનિક આઇટમ, પુસ્તક, કાપલીઓ ઝેરોક્ષ નકલોનું વહન કરવુ નહી કે કરાવવામાં મદદગીરી કરવી નહી, તેમ પણ આ હુકમમાં વધુમાં જણાવાયું છે.

Related posts

એએમટીએસની હાલત કફોડી બની

aapnugujarat

મતદાન જાગૃતિ ઝુંબેશ રંગ લાવી : અરવિંદ લિમિટેડ દ્વારા હજારો કર્મીઓને ટોકન ગીફ્ટ અપાઈ

aapnugujarat

अहमदाबाद शहर में मलेरिया-जहरीले मलेरिया के १६ दिन में ८५० से अधिक केस

aapnugujarat

Leave a Comment

UA-96247877-1