Aapnu Gujarat
ગુજરાત

એએમટીએસની હાલત કફોડી બની

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાનસપોર્ટ સર્વિસ ઉપર હાલ ૧૨૦૦ કરોડ જેટલુ આર્થિક દેવાનું ભારણ છે. તેની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. યોગ્ય નિતી અમલી કરવામાં આવી રહી નથી. ભારે ઉદાસીનતાના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બનેલી છે. કોઇ સુવિધા બસના નામ પર દેખાતી નથી. બસમાં નિયમિતપણે મુસાફરી કરતા લોકોની વ્યપાક ફરિયાદ ઉઠી રહી છે. તેમના કહેવા મુજબ બસ ડ્રાઇવર પોતાની ઇચ્છા મુજબ બસ સ્ટેન્ડ પર ઉભી રાખે છે. જેના કારણે જરૂરના સમયે લોકોને અટવાઇ પડવાની અને છેલ્લે રિક્ષામાં જવાની ફરજ પડે છે. ખાસ કરીને રાત્રી ગાળામાં અને બપોરના ગાળામાં આ બેદરકારી જોઇ શકાય છે. જ્યારે જે લોકોને જવાબદારી તપાસની સોંપવામાં આવી છે તે જોવા મળતા નથી. બસ સ્ટેન્ડ પર ક્યારેય કોઇ તપાસ ટીમ દ્વારા કરાતી નથી. બસ નિયમિત છે કે કેમ તે જોવામાં બેદરકારી રહે છે. આ પરિસ્થિતિમાં એેએમટીએસ દ્વારા શરૂ કરવામાં આવેલી વેબસાઈટ છેલ્લા બે વર્ષથી અપડેટ કરવામાં આવ્યુ નથી આ સાથે જ મુસાફરો માટે શરૂ કરવામાં આવેલી વોટસએપ પર ફરિયાદોની જાહેરાતનો પણ ફિયાસ્કો થવા પામ્યો છે.આ સાથે જ ૧ લી મેથી એએમટીએસના મુસાફરો માટે એપ્સ શરૂ કરવાની જાહેરાત પણ માત્ર કાગળ ઉપર જ રહેવા પામી છે.આ અંગે મળતી માહીતી અનુસાર,એએમટીએસ દ્વારા વર્ષ-૨૦૧૫ના વર્ષમાં તેની પોતાની આગવી વેબસાઈટ શરૂ કરવામાં આવી હતી.પરંતુ તેનુ ટૂંક જ સમયમાં બાળ મરણ થવા પામ્યુ હોય એમ ૨ સપ્ટેંબર-૨૦૧૫ના રોજ આ વેબસાઈટ ઉપર છેલ્લુ અપડેટ કરવામાં આવ્યુ હતુ.આ વાતને બે વર્ષ જેટલો સમય વીતવા આવ્યો હોવા છતાં એક પણ વખત એએમટીએસની વેબસાઈટને અપડેટ કરવામાં આવી નથી.આ સાથે જ એએમટીએસના ચેરમેન ચંદ્રપ્રકાશ દવે દ્વારા તેમના પહેલા બજેટમાં ૨૨ જાન્યુઆરી-૨૦૧૬ના દિવસે મંજુર કરેલા એએમટીએસના બજેટમાં એએમટીએસના તંત્રને હાઈટેક બનાવવાની દિશામાં ઘણી બધી જાહેરાતો કરી હતી.આ તમામ જાહેરાતોનો ફિયાસ્કો થવા પામ્યો છે.એએમટીએસ તરફથી ફેસબુકની વધતી જતી લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને ફેસબુક પેઈજ પણ શરૂ કરવામાં આવ્યુ હતુ એએમટીએસના ફેસબુક પેઈજનું પણ છેલ્લુ અપડેટ ૬ સપ્ટેંબર-૨૦૧૫ના રોજ કરવામાં આવેલું છે આ પછી કોઈ પણ પ્રકારનું અપડેટ ફેસબુક ઉપર પણ કરવામાં આવ્યું નથી.એએમટીએસના ચેરમેને બે બજેટ પૂર્વે એવી પણ જાહેરાત કરી હતી કે,એએમટીએસની બસમાં મુસાફરી કરનારો કોઈ પણ મુસાફર તેની ફરિયાદ વોટસએપ દ્વારા કે ટ્‌વીટરની મદદથી કરી શકશે.આ ફરિયાદોનો નિકાલ કરવા માટે એએમટીએસ દ્વારા અલાયદો કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવશે.જે ઉપરાંત ફલાઈંગ સ્કવોડ બનાવવામાં આવશે જે આ ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરશે.આ માટે જવાબદાર ડ્રાઈવર કે કંડકટર સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ બંને સુવિધા આપવાનું આયોજન પણ અભરાઈ ઉપર ચઢી ગયું છે.
એક માત્ર હાલની પરિસ્થિતિમાં માત્ર એએમટીએસનો ટોલ ફ્રી નંબર જો મુસાફર કરે તો તેને સામે રિસ્પોન્સ મળી રહે છે.એએમટીએસના મુસાફરો માટે ૧ લી મે-૨૦૧૭થી એપ્સ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી જે પણ શરૂ કરી શકાઈ નથી.

Related posts

એક ડઝન બેઠકો પર રોષને પગલે ભાજપ સ્તબ્ધ

aapnugujarat

ભરૂચ નર્મદા ચોકડી પાસે બસ પલ્ટી ખાતાં ૧૬ને ઇજા

aapnugujarat

मेहसाणा जिले में २३० किसानों को २०.५९ लाख की साधन सहायता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1