Aapnu Gujarat
બિઝનેસ

ડેબ્ટ માર્કેટમાં બે અબજ ડોલરનું મૂડીરોકાણ થયું

વિદેશી મૂડીરોકાણકારોએ આ મહિનામાં હજુ સુધી ભારતીય ડેબ્ટ માર્કેટમાં બે અબજ ડોલરનું મહાકાય રોકાણ કરી લીધું છે. છેલ્લા સપ્તાહના ગાળા દરમિયાન તહેવારો અને કરન્સીમાં ઉથલપાથલના પરિણામ સ્વરુપે એફપીઆઈ દ્વારા સાવધાનીપૂર્વકનું વલણ જાળવી રાખવામાં આવ્યું હતું. જો કે, વિદેશી મૂડીરોકાણકારોએ આ ગાળા દરમિયાન પ્રોફિટ બુકિંગના પરિણામ સ્વરુપે ઇક્વિટીમાંથી ૩૪૦૮ કરોડ અથવા તો ૫૨૩ મિલિયન ડોલર પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. નવેસરના આંકડા મુજબ એફપીઆઈ દ્વારા ઓક્ટોબર મહિના દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૧૨૧૩૫ કરોડ અથવા તો ૧.૮૬ અબજ ડોલરનું રોકાણ કરવામાં આવ્યું છે. છેલ્લા આઠ મહિનાના ગાળા દરમિયાન નેટ ઇન્ફ્લોનો આંકડો ૧.૪ લાખ કરોડ રહ્યો છે. તે પહેલા તેમના દ્વારા ૨૩૦૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. બજાજ કેપિટલના સીઈઓ રાહુલ પારેખે કહ્યું છે કે, વિદેશી રોકાણકારોએ ડેબ્ટ માર્કેટમાં વધારે વિશ્વાસ જાળવી રાખ્યો છે. વાસ્તવિક વ્યાજદરની સ્થિતિ હકારાત્મક રહી છે. સાથે સાથે કરન્સીમાં ઉથલપાથલ પણ ઓછી જોવા મળી છે. આની સીધી અસર વિદેશી મૂડીરોકાણ ઉપર થઇ છે. અપેક્ષા મુજબ સીપીઆઈ ફુગાવો વર્તમાન નાણાંકીય વર્ષમાં બીજા છ મહિનાના ગાળા દરમિયાન ૪.૨-૪.૫ ટકા સુધી રહ્યો છે. ભારત આકર્ષક વ્યાજદરમાં યથાવત રહેતા એફપીઆઈને પણ જંગી નાણા રોકવાની તક મળી ગઇ છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ઇન્ડિયન બોન્ડમાં લિમિટને વધારવા માટેના કારણો દેખાઈ રહ્યા છે. મૂડી માર્કેટમાં સેબી દ્વારા હાલમાં જ લેવામાં આવેલા પગલાની સીધી અસર એફપીઆઈ ઉપર નોંધાઈ છે. ઇન્ડિયન્સ સિક્યુરિટીમાં તેમની મર્યાદા રાખનાર અને કોર્પોરેટ બોન્ડમાં રોકાણ કરનાર વિદેશી રોકાણકારો હવે ડેબ્ટ માર્કેટમાં વધારે નાણા રોકી રહ્યા છે. આ સંદર્ભમાં ઇક્વિટી પ્રવાહની સ્થિતિ યથાવત રહી છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના પોર્ટફોલિયો મેનેજર અંસુલ સહગલે કહ્યું છે કે, એફપીઆઈ દ્વારા લેવામાં આવી રહેલા પગલાના પરિણામ સ્વરુપે શેરબજારમાં પણ આગામી દિવસોમાં તેજી રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એફપીઆઈ દ્વારા ભારત ઉપરાંત ચીન જેવા અન્ય દેશો ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરી દીધું છે. ચીનમાં વેલ્યુએશન સરખામણીની દ્રષ્ટિએ વધારે આકર્ષક હોવાના આંકડા પહેલાથી જ જારી કરવામાં આવી ચુક્યા છે.

Related posts

બિટકોઇનને રેગ્યુલાઇઝ કરવાથી દેશ પર સંકટ આવી પડશે

aapnugujarat

नए साल से पहले लग सकती पुराने माल की सेल : जीएसटी लागू होने से हो़ड़ वाला नजारा दिख सकता

aapnugujarat

ટ્રકમાં AC ફરજિયાત થતા ભાવમાં સીધો 50 હજાર રૂપિયાનો વધારો થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1