Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

દેશના દરેક જિલ્લામાં આયુર્વેદિક હોસ્પિટલ બનાવાશે : નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાનનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ પ્રસંગે મોદીએ કહ્યું હતું કે, દરેક જિલ્લામાં એક આયુર્વેદિક હોસ્પિટલ બનાવવામાં આવશે. દિલ્હીમાં સરિતાવિહારમાં સ્થિત સંસ્થાનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યા બાદ મોદીએ કહ્યું હતું કે, સરકાર આયુર્વેદને પોતાની ચાર પ્રાથમિકતાઓમાં ગણે છે. મોદીએ ધનતેરસના દિવસે આયુર્વેદ સંસ્થાના ઉદ્‌ઘાટન પર શુભકામના પણ આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, આજે અમે તમામ લોકો આયુર્વેદિક દિવસ ઉપર એકત્રિત થયા છે. ૨૧મી જૂનના દિવસે લાખો લોકો ઘરમાંથી બહાર નિકળીને યોગ દિવસની ઉજવણી કરે છે જે પોતાની વિરાસતના આજ ગર્વ સાથે જોડાયેલી રહે છે. જ્યારે જુદા જુદા દેશોમાં આ દિવસે લાખો લોકો યોગા કરે છે ત્યારે લાગે છે કે, લાખો લોકોને જોડનાર યોગ ભારતે વિશ્વને આપીને મોટી સેવા કરી છે. વડાપ્રધાને ઉમેર્યું હતું કે, આયુર્વેદ અથવા તો આયુષને સરકારે ચાર પ્રાથમિકતામાં જગ્યા આપી છે. અલગ મંત્રાલય બનાવવાની સાથે સાથે વ્યાપક નિયમો પણ બનાવવામાં આવ્યા છે. આયુર્વેદનું આરોગ્ય સેવામાં ઇન્ટીગ્રેશન પહેલાની જેમ જ મર્યાદિત રહેશે નહીં. આયુર્વેદના ફેલાવવા માટે જરૂરી છે કે, દેશના દરેક જિલ્લામાં આનાથી જોડાયેલા એક સારા અને સુવિધાજનક હોસ્પિટલની રચના કરવામાં આવે. આ દિશામાં આયુષ મંત્રાલય દ્વારા ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. ત્રણ વર્ષમાં ૬૫થી વધારે આયુષ હોસ્પિટલ વિકસિત કરવામાં આવી ચુકી છે. વડાપ્રધાને કહ્યું છે કે, ગુલામીના સમયમાં અમારી પ્રાથમિક બાબતોમાં યોગની બાબત સામેલ હતી. યોગને નબળા બનાવી દેવા અને તેને મહત્વ નહીં આપવાના તમામ પ્રયાસો થયા હતા. વડાપ્રધાને આયુર્વેદને પ્રાચીન પરંપરાની વિરાસત તરીકે ગણાવીને આની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, જ્યાં સુધી લોકો પોતાના ઇતિહાસ અને વારસા ઉપર ગર્વ અનુભવ કરશે નહીં ત્યાં સુધી આગળ વધી શકાશે નહીં.

Related posts

દાઉદની સંપત્તિની હરાજી, દિલ્હીના બે વકીલોએ છ સંપત્તિઓ ખરીદી

editor

બિહારમાં પરિવર્તન માટે ૩ હજાર કિ.મી.ની પદયાત્રા કરીશ : પ્રશાંત કિશોર

aapnugujarat

રેપ કેસમાં રામ રહીમ દોષિત જાહેર : હિંસામાં ૩૦નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1